Vadodara,તા.28
વડોદરામાં મોડી રાત્રે મહિલાઓ માટે ફરવું જોખમી બની રહ્યું છે. ગઈ મધરાતે સમા રોડ પર એક મહિલાનું પર્સ લૂંટવાનો વધુ એક બનાવ બનતા પોલીસ દોડતી થઈ છે.
ચાર દિવસ પહેલા પતિ સાથે મોડી રાત્રે સ્કૂટર પર જતી મંગેતરનું રેસકોર્સ ચકલી સર્કલ પાસે બાઈક સવાર બે ગઠીયા પસૅ લૂંટી ગયા હતા. જે બનાવમાં યુગલે બાઈકર્સ નો પીછો પણ કર્યો હતો પરંતુ તેમનો પત્તો લાગ્યો ન હતો.
ઉપરોક્ત બનાવવા બાદ ગઈકાલે મોડી રાત્રે કારેલીબાગના રાત્રિ બજારમાં દુકાન બંધ કરી સ્કૂટર પરત ફરી રહેલી નિર્મલા સોની (નહેરુનગર, સમા) નું જીઆઈપીસીએલ સર્કલ પાસે બાઈક પર આવેલા બે લુંટારા પસૅ લૂંટીને ફરાર થઈ ગયા હતા. પર્સમાં રોકડા રૂ.દોઢ હજાર, મોબાઈલ અને અન્ય દસ્તાવેજ હતા. તે ઉપરાંત સોનાની ચેઇન પણ હોવાનું જાણવા મળ્યું છે.