Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
    • Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા
    • Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો
    • Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો
    • Amreli : ગજેરા કેમ્પસ વિદ્યાસભાના શુટર્સનો રાજ્ય કક્ષાએ દબદબો
    • Surendaranagar : ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે
    • Surendaranagar : ચોટીલા ઘાંચીવાડ વિસ્તારમાં બાઇકમાં ગાંજાની હેરાફેરી કરતી ત્રિપુટી ઝડપાઇ
    • Surendaranagar : ગઢડા-કચ્છ રૂટની એસ.ટી. બસનાં ડ્રાઇવર પર ચાર શખ્સોનો હુમલો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, May 2
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Visavadar :રૂપાવટી ગામની પરણીતાની હત્યાનો એક વર્ષે ભેદ ઉકેલાયો
    સૌરાષ્ટ્ર

    Visavadar :રૂપાવટી ગામની પરણીતાની હત્યાનો એક વર્ષે ભેદ ઉકેલાયો

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMarch 1, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link
     પ્રેમિકાથી પીછો છોડાવવા પથ્થરના ધા ઝીકી  લાશ ને બગસરા પંથકના અવાવરું કૂવામાં લાશને ફેંકી દીધી’તી
    એલસીબીની  પૂછપરછમા પ્રથમ તો કોઈ કૃત્ય કર્યું નથી એવી વાત કરી ,બાદમાં  સવાલોનો મારો ચલાવી કેટલાક પુરાવા બતાવતા આખરે હાર્દિક સુખડીયા તપાસમા ભાંગી પડયો
    Visavadar,તા.01
    વિસાવદર તાલુકાના રૂપાવટી ગામની  મહિલા એક વર્ષથી ગુમ હતી. તપાસ દરમ્યાન મહિલાને ગામના  યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું સામે આવ્યું હતું પરંતુ આ શાતીર શખ્સે પોલીસને ગુમરાહ કરી હતી. આખરે એલસીબીએ  શખ્સની પૂછપરછ કરી સવાલોનો મારો ચલાવ્યો હતો પરંતુ  યુવકે એક વર્ષ પહેલાં પરિણીત પ્રેમિકાથી છુટકારો મેળવવા તેની હત્યા કરી લાશ બગસરા તાલુકાના હડાળાની સીમમાં  અવાવરૂ કૂવામાં ફેંકી દીધાની કબૂલાત આપી હતી. એલસીબીએ આ સ્થળે જઇ કુવામાંથી મહિલાના અવશેષ કબ્જે કર્યા છે.  એક વર્ષ બાદ ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે એવી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલાયો હતો. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાના રૂપાવટી ગામમાં રહેતા દયાબેન વલ્લભ સાવલીયા (ઉ.વ. 35) તા. 2-1-2024ના ઘરેથી 9.03 લાખના દાગીના અને 30,000  રોકડા લઈ કોઈને કહ્યા વિના જતી રહી હતી. આ અંગે વલ્લભભાઈ સાવલીયાએ  વિસાવદર પોલીસમા જાણવા જોગ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દયાબેનને 11 વર્ષનો  પુત્ર હતો. પોલીસ દ્વારા દયાબેનની શોધખોળ માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં દયાબેનને રૂપાવટીના હાર્દિક ધીરૂ સાવલીયા સાથે પ્રેમસબંધ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસના બાતમીદારો અને ટેકનિકલ સ્ત્રોત મારફત પણ હાર્દિક સુખડીયા તરફ જ શંકાની સોઈ ચીંધાતી હતી. હાર્દિક ધીરુ સુખડિયા પૂછપરછ કરતા  દયાબેનને રાહુલ નામના યુવક સાથે પ્રેમ હોવાથી  તેની સાથે ભાગી ગઈ છે . તેમાં પોતે મદદ કરી છે બીજી કોઈ જાણ નથી એવું રટણ કર્યું હતું. આ શખ્સે બનાવ જાહેર થયો ત્યારથી મોબાઈલનો ઉપયોગ બંધ કરી દીધો હતો. પોલીસે તેનો ગાંધીનગર ખાતે મનોવૈજ્ઞાાનિક ટેસ્ટ પણ કરાવ્યો હતો, જેમાં પણ હાર્દિક સુખડીયા પોતાની મજબુત માનસિકતાના કારણે હકીકત સામે આવવા દીધી ન હતી. આથી આ કેસ પોલીસ માટે પડકારજનક અને કઠિન  બની ગયો હતો.આ કેસની તપાસ એલસીબીને સોંપવામાં આવી હતી. પી.આઈ. જે.જે.પટેલ સહિતના સ્ટાફે તપાસ શરૂ કરી તેમાં સમગ્ર બાબત હાર્દિક સુખડીયા તરફ ઈશારા કરી ત્યાં અટકી જતી હતી પરંતુ એફ.એસ.એલ.નો અભિપ્રાય પણ હાર્દિક શકમંદ ન હોવાનું હોવાથી આ કોકડું વધુ ગુંચવાયું હતું. એલસીબીએ હાર્દિક સુખડીયાને કચેરી ખાતે બોલાવી પૂછપરછ કરતા પ્રથમ તો કોઈ કૃત્ય કર્યું નથી એવી વાત કરી હતી. બાદમાં એલસીબીએ સવાલોનો મારો ચલાવી કેટલાક પુરાવા બતાવ્યા હતા. આખરે હાર્દિક સુખડીયા ભાંગી પડયો હતો અને પોતે જ દયાબેનની હત્યા કર્યાની કબૂલાત આપી હતી. હાર્દિક સુખડીયા એલસીબી સમક્ષ વટાણા વેરી દીધા હતા. જણાવ્યું હતુ કે તેને  દયાબેન સાથે  પ્રેમ સંબંધ હતો, ગામમાં સાથે રહી શકે એમ ન હતો છતાં દયાબેન તેની પાછળ પડી હતી. આથી તેનો કાંટો કાઢવા માટે બગસરા તાલુકાના હડાળા ખારી વચ્ચે પથ્થર મારી હત્યા કરી દયાબેનની લાશને અવાવરૂ કૂવામાં ફેંકી દીધી હતી.
    એલસીબીના સ્ટાફે અમરેલી એફ.એસ.એલ.અને બગસરા ફાયર બ્રિગેડની મદદથી હડાળાની સીમમાં આવેલા કુવામાંથી દયાબેનના મૃતદેહના અવશેષ કબ્જે કરી ફોરેન્સિક પી.એમ.માટે ભાવનગર મોકલ્યા હતા. હાર્દિક સુખડીયાએ પ્રેમિકા દયાબેનથી પીછો છોડાવવા માટે કાસળ કાઢી નાખ્યું હતું. હાલ  મૃતક મહિલાના પતિની ફરિયાદના આધારે હાદક સુખડીયા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
    Visavadar Visavadar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Amreli : ગજેરા કેમ્પસ વિદ્યાસભાના શુટર્સનો રાજ્ય કક્ષાએ દબદબો

    May 2, 2026
    સૌરાષ્ટ્ર

    Surendaranagar : ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

    May 2, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026

    Amreli : બગસરાના સમઢીયાળા ગામે લોખંડનાં દરવાજાની ચોરીનાં ગુનામાં એક પકડાયો

    May 2, 2026

    Amreli : ગજેરા કેમ્પસ વિદ્યાસભાના શુટર્સનો રાજ્ય કક્ષાએ દબદબો

    May 2, 2026

    Surendaranagar : ધ્રાંગધ્રાનાં ગોપાલગઢમાંથી જુગાર રમતા 6 શખ્સો ઝબ્બે

    May 2, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Junagadh : કોયલી ગામ નજીક આધેડનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત

    May 2, 2026

    Amreli : ગૃહસ્થે મોબાઇલમાં એપીકે ફાઇલ ખોલતા જ ખાતામાં રૂા.1.07 લાખ ગુમાવ્યા

    May 2, 2026

    Amreli : જિલ્લામાં અપમૃત્યુનાં બે બનાવો

    May 2, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.