પટેલવાડી પાસે વર્લી ફીચરના આંકડા રમતો શખ્સ પકડાયો
Rajkot, તા.2
રાજકોટમાં જુદા-જુદા બે સ્થળે પોલીસે દરોડા પાડી જૂગાર રમતી નવ મહિલા સહિત 13 શકુનીને ઝડપી લીધા હતાં. પોલીસે બન્ને દરોડામાં રૂ.21,310નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર આવેલા બ્રહ્માણી હોલ પાછળ મહિલાઓ જાહેરમાં જૂગાર રમતી હોવાની બાતમીના આધારે આજી ડેમ પોલીસે દરોડો પાડડ્યો હતો. દરોડા દરમિયાન પત્તા ટીંચતી મીનાબેન રોહિતભાઇ અગ્રાવત, ગીતાબેન સુખાભાઇ કાલીયા, અલ્પાબેન ભરતભાઇ ગાજીપરા, પ્રિતીબેન જીતુભાઇ વેકરીયા, ભાવનાબેન નાથાભાઇ પાલા, હર્ષાબેન વિનોદભાઇ વેકરીયા, રેખાબેન કમલેશભાઇ ચંદારાણા, માલતીબેન જગદીશભાઇ મેસવાણી અને મુક્તાબેન ભીખુભાઇ કનેરીયાને ઝડપી લીધી હતી. પોલીસે જૂગારના પટમાંથી રૂ.11.120ની રોકડ કબજે કરી હતી.
બીજા દરોડામાં કોર્પોરેશન ચોક નજીક જાહેરમાં જૂગાર રમતા મનોજ રમેશદાસ રામાવત, સિકંદર રસુલભાઇ મોવર, ઇકબાલ મહમદ બ્લોચ અને ખાલીદ અલીભાઇ આરબને એ ડિવિઝન પોલીસે ઝડપી લીધા હતાં. એ ડિવિઝન પોલીસે જુગારના પટમાંથી રૂ.10.190ની રોકડ કબજે કરી હતી.આ ઉપરાંત અન્ય દરોડામાં બી ડિવિઝન પોલીસે ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે જાહેરમાં વર્લી ફીચરના આંકડા રમતા મુકેશ મગનભાઇ શનુળાને ઝડપી લીધો હતો, અને તેની પાસે રહેલ રૂ.4200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જૂગાર રમતા ઝડપાયેલા શખ્સો વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.