Junagadh, તા.17
મેંદરડા ની બજારમાં સોનીની દુકાનમાંથી ચાંદીના ભંગારની ચોરી થઈ એની ફરિયાદ થવા મમી હતી જેમાં મેંદરડા પીઆઇ વીજે સાવજ અને તેની ટીમે કેશોદની મહિલા ને મુદ્દા માલ સાથે દબોચી લીધી હતી જ્યારે તેમનો જમાઈ ફરાર થઈ ગઈ એનું પોલીસે જણાવ્યું છે.
મેંદરડા ની બજારમાં મોહિત જ્વેલર્સ નામની દુકાન ધરાવતા મહેન્દ્રભાઈ વ્રતલાલ સતી કુવર ગત 14 રોજ તારીખ ના બપોરના 12:45 ના સુમારે તેમની દુકાને એક પુરુષ અને સ્ત્રી ગ્રાહક બની ને આવ્યા હતા.
ચાંદીના સાંકડા બતાવવાનું કહી વેપારીને નજર ચૂકવી દુકાનના લાકડાના કબાટ ની તિજોરીમાંથી ચાંદીનો ભંગાર આશરે 550 થી 600 ગ્રામ નજર ચૂકવી લઈ ગયા ની ફરિયાદ વેપારીએ નોંધાવતા મેંદરડા પીઆઇ વીજે સાવજ એ અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ના આધારે તેમજ ટેકનિકલ સોસ ના આધારે તપાસ કરવામાં આવેલ.
જેમાં કેશોદ કરણીયા બાપાના મંદિર પાસે રહેતી નંદુબેન ભનુ બારીયા ને દબોચી લઈ તેમને આગવી ઢબે પૂછપરછ કરતા ચોરી કરેલ ચાંદીનો ભંગાર 550 થી 600 ગ્રામ કાઢી આપ્યો હતો તેમની સાથે તેમનો જમાઈ રાહુલ ભીમા પરમાર હોવાનું જણાવતા મેંદરડા પોલીસે તેમની ધરપડ કરવા જજવીજ હાથ ધરી છે

