Mumbai,તા.17
કોલકાતા નાઈટ રાઈડર્સ એ TATA ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની આગામી આવૃત્તિ માટે ઉમરાન મલિકના સ્થાને ચેતન સાકરિયાને પસંદ કર્યો છે. ઉમરાન મલિક ઈજાના કારણે સિઝનમાંથી બહાર થઈ ગયો છે.
સાકરિયાએ એક ODI અને બે T20l માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને 19 IPL રમતો રમી છે, જેમાં તેણે 20 વિકેટ ઝડપી છે. સાકરિયા, ડાબોડી મધ્યમ ઝડપી બોલર, INR 75 લાખમાં KKR સાથે જોડાય છે.
ઉલ્લેખનીય છે કે, સાકરીયા એક વર્ષ બાદ હવે ક્રિકેટ રમશે. તે છેલ્લે સૌરાષ્ટ્ર વતી ફેબ્રુઆરી 2024 માં રણજી મેચ રમ્યો હતો. ત્યારબાદ જુલાઈ 2024 માં લગ્ન બાદ હાથમાં ઇજા પહોંચી હતી જેથી તે અત્યારસુધી આરામમાં હતો.