Bhuj,તા.૨૨
રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જઇ રહી છે. ત્યારે તાજેતરમાં કચ્છમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત અંજારના સાપેડા નજીક સર્જાયો હતો. જેમાં હિટ એન્ડ રનની ઘટનામાં ૨ યુવાનોના મોત નિપજ્યા હતા.
મળતી માહિતી મુજબ બાઇક પર જતા બે યુવાનોને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. જેના કારણે યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ત્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવાનોને સારવાર મળે તે પહેલા બંનેનું મૃત્યુ નિપજ્યું હતું. અકસ્માત બાદ બંને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અંજાર હોસ્પિટલ લઈ જવાયા હતા.