Mumbai,તા.૨૨
પાકિસ્તાન ક્રિકેટ ટીમની હાલ ખરાબ હાલત છે. એક પછી એક ટીમને મોટી ટુર્નામેન્ટમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે. ખરાબ પ્રદર્શનને કારણે પાકિસ્તાની ટીમે પોતાના દેશને દુનિયામાં શરમાવવામાં કોઈ કસર છોડી નથી. હવે ટીમના એક ખેલાડીનો જીવો કિસ્સો સામે આવ્યો છે જે ખૂબ જ ચોંકાવનારો છે. આ સમગ્ર ઘટના ગયા વર્ષે રમાયેલા ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન બની હતી.
હકીકતમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટી ૨૦ વર્લ્ડ કપ દરમિયાન, પાકિસ્તાનના એક જાણીતા ખેલાડીએ અમેરિકાના ન્યુ જર્સીમાં એક દુકાનમાંથી ત્રણ બેટ ખરીદ્યા હતા. બેટ લઈને દુકાનદાર ખાસ ન્યુયોર્ક પહોંચ્યો અને તેને ત્રણ બેટ આપ્યા. જો કે હવે એ વાત સામે આવી છે કે પાકિસ્તાની ખેલાડી બેટની કિંમત ચૂકવ્યા વગર જ પોતાના દેશ પરત ફર્યો હતો. હવે જ્યારે દુકાનદાર તે ખેલાડીને ફોન કરી રહ્યો છે ત્યારે તે ફોન પણ ઉપાડતો નથી.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાની ખેલાડીની મફતમાં બેટ લઈને ભાગી જવાની આ ઘટનાને કારણે પીસીબી સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ થઈ રહ્યું છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતે દાવો કરે છે કે તે વિશ્વના સૌથી ધનાઢ્ય ક્રિકેટ બોર્ડમાંનું એક છે, પરંતુ હવે ખેલાડીઓ બેટની કિંમત ચૂકવ્યા વિના પાકિસ્તાન પરત ફર્યાની ઘટનાને કારણે તે શરમ અનુભવી રહ્યું છે.
આઇસીસી ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. પાકિસ્તાની ટીમને પણ અમેરિકા સામે પણ હારનો સામનો કરવો પડ્યો હતો. આ જ કારણ છે કે પાકિસ્તાનને લીગ સ્ટેજમાં જ ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. ન્યૂયોર્કમાં પાકિસ્તાનની ભારત સાથે ટક્કર થઈ હતી. આ મેચમાં પણ પાકિસ્તાની ટીમને ધૂળ ચાટવી પડી હતી.