West Bengal,તા.22
પશ્ચિમ બંગાળના ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે એક મહિલા પ્રદર્શનકારીનું ગળું દબાવી દેવાની ધમકી આપી છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયો ખડગપુરનો છે. વીડિયો વાઈરલ થયા બાદ TMCએ તેની ટિકા કરી છે. આ ઘટના શુક્રવારની છે, જ્યારે દિલીપ ઘોષ ખડગપુરમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો.
મહિલાઓએ એક સાંસદ તરીકે વિસ્તારમાં સક્રીય ન હોવાના કારણે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે પોતાના ક્ષેત્રમાં ક્યારેય નહોતા આવતા. તેના પર ભાજપ નેતા દિલીપ ઘોષ ભડકી ગયા.
મામલો ત્યારે વધુ વણસી ગયો જ્યારે ઘોષે કહ્યું કે, ’હું તમારી 14 પેઢીઓનું પાલન-પોષણ કરી લઈશ. હું તમારું ગળું દબાવી દઈશ.’ આટલું જ નહીં ઘોષે મહિલા પ્રદર્શનકારીઓને તૃણમૂલના કૂતરા પણ કહ્યા. હવે આ વિવાદ બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ત્યારબાદ ખડગપુર ટાઉન પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરમિયાનગીરી કરી હતી.