Mumbaiતા.25
સાઉથ સિનેમાના દિગ્ગજ એક્ટર શિહાન હુસૈનીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. શિહાન હુસૈનીનું ચેન્નાઈની એક હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થઈ ગયુ છે. એક્ટર શિહાન હુસૈની બ્લડ કેન્સરથી પીડિત હતા. તેમના પરિવારે મંગળવારે આ માહિતી આપી અને જણાવ્યું કે, એક્ટરનું નિધન થઈ ગયુ છે.
તેમના પરિવારના સભ્યોએ ફેસબુક પર માહિતી આપી હતી કે તેમનો પાર્થિવ દેહ સાંજ સુધી તેમના બેસંત નગર સ્થિત નિવાસસ્થાને રાખવામાં આવશે. એક્ટરે 60 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે.
તેમની કેન્સરની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી. શિહાને દક્ષિણ સિનેમામાં પણ મોટો દરજ્જો હાંસલ કર્યો હતો. તેમણે ઘણા દિગ્ગજ સુપરસ્ટારોને માર્શલ આર્ટ્સમાં ટ્રેનિગ આપી હતી. આ સ્ટાર્સમાં પવન કલ્યાણ અને થલાપતિ વિજય જેવા મોટા નામો સામેલ છે.
એક્ટરે ઘણી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી છાપ છોડી છે. તેમના નામે ’વેલઈકરન’, ’મૂંગિલ કોટ્ટાઈ’ અને ’ઉન્નાઈ મોતી કુરુમલ્લી’ જેવી શાનદાર ફિલ્મો છે. હુસૈનીએ રજનીકાંત અભિનીત હોલીવુડ ફિલ્મ ’બ્લડસ્ટોન’માં પણ કામ કર્યું છે.
તેઓ થલાપતિ વિજયની ફિલ્મ ’બદ્રી’માં પણ નજર આવ્યા હતા. ગત વર્ષે એક્ટરની ફિલ્મ ’ચેન્નઈ સિટી ગેંગસ્ટર’ રિલીઝ થઈ હતી. છેલ્લે તેમણે ’કાથુ વાકુલા રેન્ડુ કાધલ’ માં અભિનય કર્યો હતો.