Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!
    • 25 એપ્રિલનું રાશિફળ
    • 25 એપ્રિલનું પંચાંગ
    • તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે
    • મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા
    • Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત
    • Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા
    • Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Saturday, April 25
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»પોલીસે Chaitar Vasava ને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા
    ગુજરાત

    પોલીસે Chaitar Vasava ને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraApril 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Narmada,તા.૪

    નર્મદાની ડેડિયાપાડા બેઠકના આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એક વખત પોલીસ સામે બાંયો ચડાવી છે. ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે એસપીને રજૂઆત કરવા જતાં હતાં કે પોલીસ ખોટી રીતે નાના માણસોને હેરાન કરી રહી છે. જો કે એસપી ઓફિસ પહોંચે તે પહેલા જ કેવડિયના ડીવાયએસપી સંજય શર્માએ ચૈતર વસાવાને રોક્યા હતા. ત્યારબાદ ચૈતર વસાવા અને ડીવાયએસપી  વચ્ચે જાહેરમાં જ તું તું મેં મેં થઈ ગઈ હતી.

    જો કે લાંબી રકઝક બાદ ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે એસપી ઓફિસ પહોંચ્યા હતા અને ખોટી રીતે હેરાન કરતાં પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ બુટલેગરને નથી પકડતી, ખનીજ માફિયાઓને નથી પકડતી પરંતુ મજૂરી કરતા લોકોને પરેશાન કરે છે તેવો પણ ચૈતર વસાવાએ આરોપ લગાવ્યો હતો. જો કે ચૈતર વસાવાના આરોપ પર એસપીએ કહ્યું કે, જો પોલીસ હેરાન કરતી હશે અને ધ્યાનમાં આવશે તો કાર્યવાહી કરાશે.

    બન્યું એમ હતું કે, ડેડીયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએજિલ્લા પોલીસ અધિક્ષકને રજુઆત કરવા રાજપીપલા  પ્રવેશ કરતા ચૈતર વસાવાને પીલીસે અટકાવ્યા હતી. વડિયા જકાત નાકા પાસે પોલીસે ચૈતર વસાવાને રસાલા સાથે અટકાવતા પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો સામે આવ્યા હતા. ભારે રકઝક બાદ ચૈતર વસાવા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીએ જતા પણ અટકાવતા સમર્થકો ના ટોળા સાથે અંદર પ્રવેશવા બાબતે ફરી તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.

    ધારાસભ્ય ચૈતર વસાવા આજે સવારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ વડાને કેટલીક રજૂઆત કરવા તેમના સમર્થકો સાથે જતા હતા ત્યારે કેવડીયા પાસે તેમના કાફલા ને ઙ્ઘઅજ  સંજય શર્મા સાથે ચકમક ઝરી હતી. જેમાં ચૈતર વસાવાએ સંજય શર્માને કહ્યું હતું કે, આંગળી નીચે કરો અને તમીઝથી વાત કરો.

    આખરે સમજાવટ બાદ અમુક લોકો સાથે મુલાકાત માટે જવા દેવાયા હતા. ચૈતર વસાવાએ નર્મદા પોલીસ સામે દેવમોગરાદર્શને આવતા ભક્તો, વાહન ચાલકોને હેરાન પરેશાન કરી ખોટી રીતે હેરાન કરાતા હોવાનો આક્ષેપ લગાવ્યો.

    ચૈતર વસાવાએ કહ્યું હતું કે, પોલીસમાં પણ બે કેટેગરી છે. એક જે સરકારી પગાર લઈ વ્યવસ્થિત નોકરી કરે છે. બીજા જે સરકારી પગાર લઈ ભાજપની ચમચાગીરી કરે છે. તમારે પકડવા હોય તો બુટલેગરોને પકડો. ગરીબ બાઇક સવારોને કેમ પકડો છો. નર્મદા જિલ્લામાં બેફામ ખુલ્લેઆમ દારૂ જુગારના અડ્ડાઓ ચાલે છે. રેતી માફિયાઓ બેફામ રેતી ખનન કરે છે. આ ગેરકાયદે પ્રવૃત્તિ નહીં અટકે તો ઉગ્ર આંદોલનનની ચીમકી ચૈતર વસાવાએ આપી.

    જોકે જિલ્લા પોલીસ વડાએ પોલીસ સામેના ખોટા આક્ષેપો નકાર્યા. નર્મદા જિલ્લાના પોલીસ વડા પ્રશાંત સુમ્બેએ પોલીસની કામગીરી વિશે માહિતી આપતા જણાવ્યું કે, નર્મદા જિલ્લામાં ગયા વર્ષે ૨૦૧૨૪ માં વર્ષના૯૦%  ફેટલ અકસ્માતો થયા હતા જેમાં ડેડીયાપાડા સાગબારામાં ૫૦% ફેટલ અકસ્માતો નોંધાયો છે, જેને ધ્યાનમાં રાખીને નર્મદા પોલીસે ટ્રાફિક ના નિયમોનુપાલન કરવા માટે લોકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા આવે અને અકસ્માતો ન થાય એમાટે હેલ્મેટ ન પહેરી હોય, સીટ બેલ્ટ ના પહેરી હોય, ડ્રીંક કરીને ડ્રાઇવિંગ કરતા હોય આ બધાની સામે કાયદાકીય કલમ અનુસાર કામગીરી કરવામાં આવી છે. ખોટી રીતે પોલીસ કોઈને હેરાન કરતી નથી. કોઇ પણ સાચી રજુઆત હશે તો કાર્યવાહી થશે.

    Chaitar Vasava Narmada
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    મોરબી

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    મોરબી

    Morbi નજીક ડબલ સવારી બાઇકને ક્રેટા ગાડીના ચાલકે હટફેટે લેતાં બેને ઇજા

    April 24, 2026
    મોરબી

    Morbi: તિરુપતિ સોસાયટીમાં ઘરમાં ગળાફાંસો ખાઈને આધેડનો આપઘાત

    April 24, 2026
    મોરબી

    Morbi: બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ બેટ વડે માર માર્યો

    April 24, 2026
    મોરબી

    Morbi: હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો

    April 24, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026

    તંત્રી લેખ…હોર્મુઝ સ્ટ્રેટ પર નિર્ભરતા ઘટાડવાનો સમય આવી ગયો છે

    April 24, 2026

    મોરબી નજીક રિક્ષાનો અકસ્માત: મહિલાનું મોત બે બાળકોને ઇજા

    April 24, 2026

    Morbi તાલુકા વિસ્તારમાં જુદાજુદા બે બનાવમાં યુવાન-આધેડનું મોત

    April 24, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ભારતીય શેરબજારમાં સેન્સેક્સ, નિફટીબેઝડ શેરોમાં કડાકો…!!!

    April 24, 2026

    25 એપ્રિલનું રાશિફળ

    April 24, 2026

    25 એપ્રિલનું પંચાંગ

    April 24, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.