Morbi, તા. 24
મોરબીના સોલંકીનગર ગામ રહેતા અશોકભાઈ લક્ષ્મણભાઈ અખિયાણી (22) એ બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. તેને ઝીંઝુડા ગામ નજીક બોડકી ગામ તરફ જવાના રસ્તા ઉપર અજાણ્યા બે શખ્સો દ્વારા ક્રિકેટ રમવાના બેટ વડે શરીરે આડેધડ માર મારવામાં આવ્યો હતો જેથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા.
આ બનાવમાં ઈજા પામેલ યુવાને સારવાર લીધા બાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરેલ છે

