શરાબની ૩૩૯ બોટલ અને ૨૪ બિયરના ટીન મળી, રૂ. ૧.૫૭ લાખનો મુદ્દા માલ કબજે: બુટલેગરની શોધ ખોળ
Jasdan,તા.22
જસદણ તાલુકાના મોટા માત્રા ગામે વાડીમાંથી વિદેશી દારૂની ૩૩૯ બોટલને ૨૪ બિયરના ટીન મળી , રૂ. ૧.૫૭ લખનો મુદ્દા માલ વિછીયા પોલીસે ઝડપી લઇ બુટલેગરની શોધ ખોળા હાથ ધરી છે.જિલ્લામાં દારૂ અને જુગાર સહિતની બડી નાબૂદ કરવાની જિલ્લા અધિક્ષક હીમકર ર્સિંહે આપેલી સૂચનાના પગલે, વિછીયા પોલીસ મથકની ટીમ પેટ્રોલિયમ હતી તે દરમિયાન બાતમી મળી હતી કે , મોટા માત્ર ગામે રહેતો ઈશ્વર ઉર્ફે ઈસો ભવાનભાઈ બાવળિયા નામના શખ્સે તેની વાડીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાયો છે. વિછીયા પોલીસે મોટા માત્રા ગામે વાડીમાં દરોડો પાડી, શરાબની ૩૩૯ હોટલ અને ૨૪ બિયરના ટીન મળી, રૂ. ૧.૫૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દરોડા દરમિયાન ઈશ્વર ઉર્ફે ઈસો બાવરીયા હાજર ન હોય તેની શોધ ખોળ હાથ ધરી છે. આ દરોડાની કામગીરી વિછીયા પીઆઈ જે પી રાવ, પીએસઆઇ કે બી ગઢવી, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ડાંગર સહિતના એ બજાવી હતી.