(મિલાપ રૂપારેલ દ્વારા)Amreli તા.૨૨
અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બરની સતત રજુઆત તેમજ મંત્રી કૌશીક વેકરીયાના સતત પ્રયાસોથી અમરેલીને એકસો પાંચ વિઘા જમીન સરકારશ્રી દ્વારા જી.આઈ.ડી.સી. માટે શેડુભાર પાસે મંજુર કરવામાં આવી છે. જેથી કરીને અમરેલીમાં નવા ઉદ્યોગો આવશે, અને રોજગારી પણ વધશે. અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર દ્વારા શેડુભાર પાસે જી.આઈ.ડી.સી. માટે જમીન બતાવવામાં આવેલ છે. કૌશીકભાઈના પ્રયાસોથી મંજુર કરવામાં આવી અને ઔદ્યોગીક વિકાસને નવો વેગ મળશે. હાઈવે-રોડ તેમજ રેલ્વે તેમજ એરપોર્ટ નજીક હોવાથી ઉદ્યોગપતિઓને વધુ સુવિધા મળી રહેશે.
આ તકે કૌશીક વેકરીયા તેમજ જીલ્લા વહીવટી તંત્ર તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તેમજ રાજય સરકારના મંત્રી જયરામભાઈ ગામીતનો આ તકે અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ખુબ આભાર વ્યકત કરે છે. અને અમરેલી સમૃધ્ધિનુ નવુ કેન્દ્ર બનશે. કૌશીકભાઈનો પણ સંકલ્પ હતો કે અમરેલીને ઔદ્યોગીક નકશા પર વધુ મજબુત સ્થાન મળે જે સંકલ્પ સાકાર થયેલ છે.
અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ ચતુરભાઈ અકબરી, દિનેશભાઈ ભુવા, કાળુભાઈ ભંડેરી, હરેશભાઈ સાદરાણી, મુકુંદભાઈ ગઢીયા તેમજ તમામ વેપારીઓએ આભારની લાગણી વ્યકત કરેલ છે.

