Rajkot.તા.૨૨
રેલવે પ્રશાસને પરિચાલન સંબંધી કારણોસર ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખાબનારસ એક્સપ્રેસના ઉપડવાના સમયમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી સુનીલ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સુધારેલી સમય-સારણી મુજબ ટ્રેન નંબર ૨૨૯૬૯ ઓખાબનારસ એક્સપ્રેસ ૦૬ ઓગસ્ટ, ૨૦૨૬થી ઓખા રેલવે સ્ટેશનથી તેના વર્તમાન નિર્ધારિત સમય ૧૪૨૫ કલાકના સ્થાને સુધારેલા સમય ૧૪૦૫ કલાકે ઉપડશે. આ રીતે આ ટ્રેન હવે તેના નિર્ધારિત સમય કરતાં ૨૦ મિનિટ વહેલી રવાના થશે.નોંધનીય છે કે ઓખા રેલવે સ્ટેશન પછી ટ્રેનના રૂટમાં આવતા અન્ય તમામ સ્ટેશનોના આગમન અને પ્રસ્થાનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

