બીજા દિવસે, Aishwarya Raiએ ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ બ્લેક સિક્વિન બોડી-ફિટ ગાઉન પહેર્યું હતું
Mumbai, તા.૨૪
બોલિવૂડ એક્ટ્રેસ Aishwarya Raiએ ફરી એકવાર કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાના અદ્ભુત લુકથી ચર્ચામાં આવી છે. પહેલા દિવસે, Aishwarya Raiએ પરંપરાગત સફેદ બનારસી સાડી અને લાલ સિંદૂર લગાવીને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય સાંસ્કૃતિક વારસાનું સન્માન કર્યું હતું, જ્યારે બીજા દિવસે, Aishwarya Rai ઇન્ડો વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી. રેડ કાર્પેટ પર બીજા દિવસે, Aishwarya Raiએ ગૌરવ ગુપ્તા દ્વારા ડિઝાઇન કરાયેલ બ્લેક સિક્વિન બોડી-ફિટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉન ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્સચર કેપ પ્રી-ડ્રોપ સાથે જોડાયેલું હતું જેના પર ભગવદ ગીતાનો એક શ્લોક ‘કર્મયોગ’ ફ્લોન્ટ કર્યો હતો, જે ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનું પ્રતીક માનવામાં આવે છે.ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્સચર કેપ પર ભગવદ ગીતાનો એક શ્લોક ‘કર્મયોગ’ લખેલો હતો. આ અંગે ડિઝાઇનર ગૌરવ ગુપ્તાએ ખુલાસો કર્યો કે આ ઓવરસાઈઝ સિલ્વર-બેજ ટેક્સચર કેપની પ્રેરણા વારાણસીના સાડી વણકરોથી મળી હતી. ગૌરવ ગુપ્તા તેમના સ્કલ્પટેડ આઉટફિટ માટે પ્રખ્યાત છે અને વર્ષ ૨૦૨૨ માં પણ તેમણે Aishwarya Raiનો ગુલાબી ડ્રેસ તૈયાર કર્યો હતો, જે પણ ખૂબ જ સુંદર હતો. પહેલા લુકથી વિપરીત, Aishwarya Raiના બીજા લુકમાં ગ્લેમર અને ચમક હતી. લાલ લિપસ્ટિક, ગ્લોસી ગાલ અને સ્ટેટમેન્ટ વિંગ્ડ આઈલાઈનર સાથે આ ડ્રેસ તેના આખા લુકને ગ્લેમરાઇઝ કરી રહ્યો છે. હેરસ્ટાઇલની વાત કરીએ તો, Aishwarya Raiએ સાઇડ પાર્ટિંગ સાથે કર્લ્સ કર્યા હતા. તેમજ આ લુક સાથે એશ્વર્યાએ ખૂબ જ ઓછી જવેલરી પહેરી હતી. જેમાં હાથ એક સુંદર ડાયમંડ રીંગ અને ઈયરીંગ પહેરી હતી.