મવડી, મુંજકા, કુવાડવા, કોઠારીયા સહિતના વિસ્તારોમાં પોલીસના દરોડા
Rajkot.તા.30
કુવાડવા, મવડી, નવલનગર, રોલેક્સ રોડ અને મુંજકા ચોકડી પાસે પોલીસ ત્રાટકી હતી અને વેપારી, પ્લમ્બર સહિતના પાંચ શખ્સોને દારૂ સાથે પકડી પાડી કાર્યવાહી કરી હતી.
દરોડાની વિગત મુજબ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઇ એમ.કે.મોવલીયા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ સંજય ખાખરીયા અને તુલસી ચુડાસમાને મળેલ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ હાઈવે પર કુવાડવા ગામ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ પાસે દારૂના જથ્થા સાથે ઊભેલા સિધ્ધરાજ અરવિંદ સોલંકી (25) (રહે. રણુજા મંદિરની સામે આવેલ મફતિયાપરા લાપસરી રોડ) ને પકડી પાડી તેની પાસેથી વિદેશી દારૂની 11 બોટલ કબજે કરી કાર્યવાહી કરી હતી.
બીજા દરોડાની વિગત મુજબ આજીડેમ પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રોલેક્સ રોડ પર લીલાવતી હોલની બાજુમાંથી બિયરના ટીન સાથે મેહુલ નટવર દાસાણી (રહે જીવરાજપાર્ક મેન રોડ મવડી) ને પકડી પાડ્યો હતો.
ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે મુંજકા ચોકડી પાસેથી અમિત ઉર્ફે ચીકુ જીવણ જંજવાડીયા નામના શખ્સને દારૂની નવ બોટલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ચોથા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ વાત વિના આધારે દોઢસો ફૂટ રીંગ રોડ મહુડી ચોકડી પાસે બ્રિજની નીચેથી નૈમિશ ભરત શરમાળી (રહે. જલારામ સોસાયટી શેરી નં.૧) ને દારૂની ત્રણ બોટલ સાથે લીધો હતો.
પાંચમા દરોડામાં માલવીયાનગર પોલીસ મથકની ટીમે મહુડી પ્લોટ નવલનગર શેરી નં.3 ના ખૂણેથી વિદેશી દારૂની છ બોટલ સાથે મીત સુધીર રાજ્યગુરુ (રહે નવલનગર શેરી નં. 3) ને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.