અજાણ્યા વાહને રાહદારીને ઠોકરે લેતા સારવારમાં દમ તોડ્યો
Rajkot.તા.30
લોધિકા તાલુકાના દેવડા ગામે રહેતો યુવાન ચાલીને જતો હતો ત્યારે અજાણ્યા વાહને ઠોકરે લેતા, સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જયાં યુવકનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગત મુજબ લોધીકા તાલુકાના દેવડા ગામે એમરાલ્ડ ક્લબમાં રહેતો નૌસિંન ખાતુંન મહંમદ મોતાઈ અલી નામનો યુવાન તેના ગામના પાદરમાં રોડ પર ચાલીને જતો હતો ત્યારે , તેણે અજાણ્યા વાહને ઠોકર લીધો હતો. યુવાને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ચાલુ સારવારે યુવાને દમ તોડ્યો હતો. યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. બનાવની જાણ મેટોડા પોલીસની કરતા, મેટોડા એ એસ આઈ ભૂમિકાબેન સહિતનો સ્ટાફ હોસ્પિટલે પહોંચી, યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.