Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • MCX વિક્લી માર્કેટ રિપોર્ટ
    • Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા
    • 19 એપ્રિલનું પંચાંગ
    • 19 એપ્રિલનું રાશિફળ
    • મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી
    • Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ
    • ચીનના President Xi Jinping હોર્મુઝ સ્ટ્રેટના ઉદઘાટનથી ખૂબ જ ખુશ છે, હું તેમને મળવા માટે આતુર છું,Trump
    • Akshay Kumar ની ’ભૂત બાંગ્લા’ ફિલ્મે શરૂઆતના દિવસે જ ધૂમ મચાવી,૨૩ કરોડની કમાણી કરી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Sunday, April 19
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»લેખ»પ્રાર્થનાની શક્તિ
    લેખ

    પ્રાર્થનાની શક્તિ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraMay 30, 2025No Comments7 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    એક દિકરીએ એક સંતને વિનંતી કરી કે આપ અમારા ઘેર પધારો અને મારા વૃદ્ધ બિમાર પિતાને મળી તેમના માટે પ્રાર્થના કરો કેમકે મારા પિતાજી પથારીવશ હોવાથી પલંગ ઉપરથી ઉઠી શકતા નથી. સંતે દિકરીની વિનંતી સ્વીકારી તેના ઘેર આવે છે ત્યારે તેના પિતા પલંગ ઉપર બે તકીયા મુકીને સૂઇ રહ્યા હતા અને તેમની સામે એક ખાલી ખુરશી પડી હતી.સંતે આવીને પુછ્યું કે આપ મારા આવવાની જ રાહ જોઇ રહ્યા હતા? ત્યારે પિતાજી ના પાડે છે અને કહે છે કે આપ કોન છો? સંતે પોતાનો પરીચય આપ્યો અને પુછ્યું કે તમારી સામે પડેલ ખાલી ખુરશી જોઇને મને લાગ્યું કે આપ મારી રાહ જોઇ રહ્યા છો.

    પિતાજી કહે છે કે એવી વાત નથી.આપને ખોટું ના લાગે તો કૃપા કરીને મારા રૂમના દરવાજો બંધ કરી દો.સંતને પિતાજીની વાત સાંભળીને નવાઇ લાગે છે તેમછતાં દરવાજો બંધ કરે છે ત્યારે પિતાજી કહે છે કે ખરેખર આ ખાલી ખુરશીનું રહસ્ય મેં આજસુધી મારી દિકરી કે અન્ય કોઇને કહ્યું નથી.સમગ્ર જીવન દરમ્યાન મને એ વાતની ખબર નથી પડી કે પ્રાર્થના કેવી રીતે કરી શકાય? મંદિર જતો હતો ત્યાં પૂજારી શ્ર્લોક સંભળાવતા હતા જે મને સમજમાં આવતા ન હતા એટલે મેં પ્રાર્થના કરવાનું જ બંધ કરી દીધું છે.

    આજથી ચાર વર્ષ પહેલાં મારો એક મિત્ર મને મળે છે અને કહે છે કે પ્રાર્થના એ બીજું કંઇ નહી પરંતુ ભગવાનની સાથે સીધો સંવાદ હોય છે,તેને મને સલાહ આપી કે એક ખાલી ખુરશી તમારી સામે રાખો અને વિશ્વાસ કરો કે તે ખુરશી ઉપર ભગવાન પોતે વિરાજમાન છે અને જેમ મારી સાથે વાતો કરો છો તેવી જ રીતે ભગવાનની સાથે વાત કરવાની શરૂ કરો.મિત્રના કહ્યા અનુસાર મેં પ્રત્યક્ષ અનુભવ કરીને જોયો તો મને સારૂં લાગે છે અને હું દરરોજ બે કલાક મારી દિકરીને ખબર ના પડે તે રીતે આમ કરૂં છું.મારી દિકરીને ખબર પડે તો તે પરેશાન થાય અને મને કોઇ મનોચિકિત્સક પાસે લઇ જાય.

    પિતાજીની વાતો સાંભળીને સંતે આ વડીલના માટે પ્રાર્થના કરી,તેમના માથા ઉપર હાથ મુકીને તેઓ જે રીતે ભગવાનની સાથે વાતચીત કરતા હતા તે ચાલુ રાખવાનું કહે છે.સંતને અન્ય કાર્યક્રમ માટે બે દિવસ માટે બહાર જવાનું હોવાથી વડીલથી વિદાય લે છે.બે દિવસ બાદ સંતની ઉપર દિકરીનો ફોન આવે છે કે આપ આવ્યા તે દિવસે આપના ગયા પછી કેટલાક કલાક પછી પિતાજીનું દેહાંત થયું છે.સંત પુછે છે કે મૃત્યુના સમયે પિતાજીને કોઇ તકલીફ નથી પડીને? ત્યારે દિકરી જવાબ આપે છે કે હું જ્યારે કામ અર્થે બહાર જઇ રહી હતી ત્યારે મને નજીક બોલાવે છે,મારા માથા ઉપર હાથ ફેરવે છે તે સમયે તેમના ચહેરા ઉપર શાંતિ હતી.જ્યારે હું પરત આવી ત્યારે તેમને હંમેશના માટે આંખો બંધ કરી દીધી હતી પરંતુ મેં એક નવાઇ જોઇ કે પિતાજી એવી મુદ્રામાં હતા કે જેમ કોઇએ ખાલી ખુરશી ઉપર પોતાની ગોદમાં તેમનું મસ્તક ઝુકાવેલું હતું.સંતજી..તે શું કહેવાય?

    દિકરીની વાત સાંભળીને સંતના મનમાં શ્રદ્ધા સુમન વહેવા લાગ્યા.સંતે કહ્યું કે બેટી..તમારા પિતાજીનું મૃત્યુ ભગવાનના ખોળામાં થયું છે.તેમનો સીધો સબંધ ભગવાન સાથે હતો.તેમની સામે જે ખાલી ખુરશી હતી તેના ઉપર ભગવાન બેસતા હતા અને પિતાજી સાથે વાતો કરતા હતા.પિતાજીની પ્રાર્થનામાં એવી શક્તિ હતી કે ભગવાનને તેમની સામે આવવું પડતું હતું.

    સદગુરૂ કૃપાથી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયા ૫છી જ્યારે કણ કણમાં એટલે કે સાકાર જગતમાં પ્રભુ દર્શન થવા લાગે છે ત્યારે તે વિજ્ઞાન કહેવાય છે અને ત્યારબાદ ભક્ત પ્રાર્થના કરે છે કે હે ! નિરાકાર વિશ્વરૂ૫ પ્રભુ ! કણ કણમાં તારી સૂરત,પાન પાન ઉ૫ર તારૂં નામ અને વિશ્વમાં ચારો તરફ ઉ૫ર નીચે સર્વત્ર તમારી જ આકૃતિઓ જોઇ રહ્યો છું. ચંદનમાં સુગંધ,ગંગામાં નિર્મળતા,સૂરજમાં તેજ અને ચંદ્રમામાં શિતળતા તું જ છે,તું જ ફુલોમાં સૌદર્ય છે,કળીઓમાં કોમળતા છે,બુધ્ધિમાનોની બુધ્ધિ છે તથા વિશ્વની તમામ કલા કૌશલતામાં તું વિરાજમાન છે,તું જ બ્રહ્મરૂ૫ ગુરૂના રૂ૫માં મુજ શિષ્યીને જ્ઞાન, ભાષા અને સંતત્વ પ્રદાન કરે છે.

    ઉપાસના વિશે ગુરૂદેવ પ્રાર્થના કરે છે કે…હે પ્રભુ ! આપ અરૂ૫..અરંગ અને રેખાહીન છો.ઇન્દ્દિયાતિત.. મન અને બુદ્ધિથી ૫ર(અગોચર) છો.આપ અથાહ અને અનંત છો..સમ્રાટોના સમ્રાટ છો..આદિકાળથી અનાદિ અને સર્વવ્યાપી છો.પ્રત્યેક યુગમાં પાપીઓના ઉદ્ધાર કરનાર(પતિતપાવન) અને સ્વયમ્ જ નામી(૫રમ ૫દાર્થ) છો.હે જીવ જંતુઓના પાલનકર્તા પ્રાણાધાર ! હું તમોને લાખ લાખ પ્રણામ કરૂં છું. તમે જ મારા રક્ષક અને આધાર છો.મારા તન મન ધન તમોને સમર્પિત કરૂં છું.હે દાતા ! કૃપા કરો કે હું દિવસ રાત દરેક સમયે તમારા ગુણગાન ગાતો રહું.તમારા આદેશથી બહાર કોઇ કાંઇ કરી શકતું નથી.આપ જે ઇચ્છો છો તેમજ થાય છે.આપના સંકલ્પમાત્રથી સૃષ્ટિનાં તમામ કાર્ય થાય છે.પ્રભુ અને તેમના સ્વરૂ૫નો અનુભવ દરેક જ્ઞાની ભક્તોને દરેક સમયે એક સરખો જ થયો છે કારણ કે પ્રભુ ૫રમાત્મા એક અપરિવર્તનશીલ અને હંમેશાં એકરસ રહેવાવાળા છે.

    દિલથી પ્રાર્થના કરીએ તો માંગેલું બધું જ મળી જાય છે,ફૂલોના છોડને રોજ પાણી મળતું રહે તો કળી પણ ફૂલ બની જાય છે,વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો દુશ્મન પણ નમી જાય છે, દિલમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો ભગવાન પણ મળી જાય છે.માંગવું અને મરવું બરાબર છે,બીજી તરફ માંગ્યા વિના તો માં ૫ણ ના પિરસે..આ બે વિરોધાભાસી વાતો છે.મને આટલું આપો એવી ભાવનાથી વારંવાર માંગણી કરવી તેને પ્રાર્થના કહેવાય,પ્રભુ તો દયાળુ છે.જેમ પુત્રની ચિંતા તેના પિતાને થાય છે તેમ આપણી ચિંતા જગતના પિતા ૫રમેશ્વરને થાય ૫રંતુ પુત્રને શું આપવું? ક્યારે આપવું? કેટલું આપવું? તે માતાપિતા જાણતાં હોય છે તેમ પ્રભુ પણ આપણી લાયકાત પ્રમાણે વગર માગે આપતા જ હોય છે તેમજ પ્રભુ સર્વજ્ઞ છે,આપણને શાની જરૂર છે તે તેઓ બરાબર જાણે છે.ભગવાન આપણને આપણી જરૂરીયાત અને લાયકાત પ્રમાણે આપ્યા કરે છે,આપણે ધીરજ રાખવી જોઈએ અને પ્રભુ ઉ૫ર સંપૂર્ણ શ્રધ્ધા રાખવાની જરૂર છે.પ્રભુ જે કંઈ કરશે તે આપણા હિત માટે જ કરે છે.સુદામાએ માગ્યું નહીં તો દ્વારકા જેવી સમૃદ્ધિ મળી.સદગુરૂ પાસેથી જ્ઞાન લેતાં ૫હેલાં તેમને તન-મન અને ધનનું સમર્પણ કરીએ છીએ.તેથી સમર્પણ કરેલ વસ્તુ આપણાથી માગી ન શકાય.

    જીવનનું મૂળભૂત મહત્વનું ધ્યેય પરમાત્માની પ્રાપ્તિનું છે એ તો અત્યાર સુધીની વિચારણા પરથી સમજાઇ ગયું પરંતુ એ પરમાત્માની પ્રાપ્તિ થાય કેવી રીતે? અહંતા-મમતા,મોહ વગેરે અવિદ્યા-માયાના આવરણથી પરમાત્માનું સ્વરૂપ ઢંકાયેલું છે.અવિદ્યાના અતિગાઢ આવરણને દૂર કરવા માટે પરમાત્માની પ્રેમપૂર્ણ પ્રાર્થના સિવાય બીજો માર્ગ જ નથી.

    સાધક જપ કરે છે,તપ કરે છે,સ્વાધ્યાય તથા તીર્થાટન અને અન્ય અનેક સાધનોનો અથવા અભ્યાસક્રમોનો આધાર લે છે તો પણ છેવટે સમજે છે કે પોતાની વ્યક્તિગત શક્તિ અથવા યોગ્યતાથી એ પરમાત્માની પ્રાપ્તિ થઇ શક્તિ નથી.અસહાય બનીને આખરે એ પ્રાર્થનાનો આધાર લે છે અને પ્રાર્થના ઉત્કટ બનતાં આખરે એને પરમાત્માની પરમ શક્તિની મદદ મળે છે એને લીધે અવિદ્યાના આવરણમાંથી મુક્તિ મેળવીને એ પરમાત્માની પાસે સહેલાઇથી પહોંચી શકે છે એનું જીવન પરમાત્માના સાક્ષાત્કારથી સાર્થક બને છે.

    પ્રાર્થનાની શક્યતા કે શક્તિ કેટલી બધી અપરિમીત છે એનો ખ્યાલ પ્રાર્થનાના એ ઉદગારો પરથી સહેલાઇથી આવી શકે છે.પ્રાર્થના જીવનો શિવ સાથે સંબધ કરાવનાર સેતુ છે અને એનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે એમાં એની સફળતા સમાયેલી છે.પ્રાર્થનાનો આધાર આત્મવિકાસને માટે અથવા અન્યની સુખાકારી,શાંતિ તથા ઉન્નતિ માટે લેવાય એ આવશ્યક છે એમાં જ એની શોભા છે.

    જ્યારે પણ ભગવાનને યાદ કરીએ,નામ સુમિરણ કરીએ ત્યારે એવું ન વિચારવું કે ભગવાન મારી પ્રાર્થના સાંભળે છે કે નહી? જે સાચા દિલથી પ્રભુને યાદ કરે છે તેમની પ્રાર્થના ભગવાન અવશ્ય સાંભળે છે.સાચા દિલથી કરેલી પ્રાર્થના કદી વ્યર્થ નથી જતી.પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે.વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા,શોકમાં ડૂબેલા,હતાશ,પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને,સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે.

    પ્રાર્થના મનની શુદ્ધિ,આત્માનો આનંદ અને જીવનનો આધાર છે.પ્રાર્થના સર્વશક્તિમાન પરમાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરવાનું માધ્યમ છે.પ્રાર્થના નિર્બળનું બળ,નિરાધારનો સહારો અને અમારા મૂળ સાથે જોડવાનો પ્રયત્ન છે.જ્યાંથી અમારી બુદ્ધિની સીમા પુરી થાય છે ત્યાંથી પ્રાર્થનાની હદ શરૂ થાય છે.જ્યારે અમારી આયોજન કરેલી યોજનાઓ અસફળ થાય છે,અમારી બુદ્ધિ હાર સ્વીકારી લે છે ત્યારે અમે તે અસિમ શક્તિ પરમાત્માને યાદ કરીએ છીએ,આ હ્રદયના પોકારને પ્રાર્થના કહે છે.આ અસિમ શક્તિને ગમે તે નામથી પોકાર કરવામાં આવે તે તમામની પ્રાર્થના સાંભળે છે.

    પ્રાર્થના સામાન્ય માનવ પણ કરે છે અને બ્રહ્મજ્ઞાની સંતો પણ કરે છે.સામાન્ય માનવ વિવશ હોય ત્યારે પોતાના દુઃખ દર્દને દૂર કરવા જેને તે જાણતો નથી તેવી શક્તિ જેને પરમાત્મા કહે છે તેમને પ્રાર્થના કરે છે અને તેને વિશ્વાસ હોય છે કે પ્રભુ તેનું દુઃખ દૂર કરશે.બ્રહ્મજ્ઞાની પણ શ્વાસે શ્વાસે તેના જીવનમાં સુખ-દુઃખ,હર્ષ-શોક ગમે તેવી પરીસ્થિતિ હોય તેમછતાં પ્રભુ પરમાત્માને પ્રાર્થના કરે છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    ધાર્મિક

    ગીતા પુનર્જન્મવાદી છે,આપણો વર્તમાન પૂર્વના પ્રારબ્ધ કર્મોનું પરીણામ છે

    April 18, 2026
    લેખ

    માનવતા એવંમ સત્ય પ્રેમ અને કરુણાનાં ભાવ ક્યારેય ક્ષય પામે નહીં તે છે અક્ષય તૃતીયા!

    April 18, 2026
    લેખ

    મહિલા અનામત – સરકારનો માસ્ટરસ્ટ્રોક; નિયમ ૬૬ ની રાજકીય શતરંજ

    April 18, 2026
    લેખ

    DeepFakes નો ખતરોઃ નકલી વિડિયો અને અવાજથી વધી રહી છે સાયબર ઠગાઈ

    April 18, 2026
    લેખ

    તંત્રી લેખ…ખતરનાક રીતે વિભાજિત વિશ્વ

    April 18, 2026
    ધાર્મિક

    જીવ અને ઈશ્વરના મિલનમાં માયા વિઘ્ન કરે છે, મનને ચંચળ બનાવે છે

    April 17, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026

    19 એપ્રિલનું રાશિફળ

    April 18, 2026

    મહિલા અનામત બિલ પર’વિપક્ષે જે પાપ કર્યું, તેને સજા મળશે’, : PM મોદી

    April 18, 2026

    Hezbollah વિરુદ્ધ કામ હજુ પૂરું થયું નથી, ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ

    April 18, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    MCX વિક્લી માર્કેટ રિપોર્ટ

    April 18, 2026

    Hormuz Strait નજીક ભારતીય ધ્વજવાળા ટેન્કરો પર ગોળીબાર થયા બાદ MEAએ ઈરાની રાજદૂતને સમન્સ પાઠવ્યા

    April 18, 2026

    19 એપ્રિલનું પંચાંગ

    April 18, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.