શહેરના મવડીના વિસ્તારમાં આવેલા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃદ્ધાને નિશાન બનાવી સોનાના ચેનની ચીલ ઝડપ કરનાર આનંદ નગર વિસ્તારમાં રહેતા શ્યામ ઉર્ફે જાંબુ સોલંકીને ક્રાઈમ બ્રાન્ચએ દબોચી લઈ સોનાનો ચેન અને એકટીવા મળી રૂપિયા 1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણ સર ની કાર્યવાહી હાથ ધરી છે. વધુ વિગત શહેરમાં છેલ્લા એક માસથી તાલુકાને બી ડિવિઝન પોલીસ મથકોના વિસ્તારોમાં ચીલઝડપોના વધતા જતા બનાવોને અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એમ આર ગોંડલીયા, એમ એલ ડામોર અને સીએચ જાદવ સહિતની સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને સમડીને ઝડપી લેવા પીએસઆઇ એ એન પરમાર અને એસવી ચુડાસમા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે જ તાજેતરમાં શહેરના આનંદ નગર મેઇન રોડ ખાખી દાબેલી ઉપર ત્રીજા માળે રહેતો શ્યામ ઉર્ફે જાંબુ દિનેશ સોલંકી નામનો gj 3 pc 87 87 નંબરના એકટીવા માં શંકાસ્પદ હાલતમાં ગુનાને અંજામ આપવા રખડતો હોવાની હેડ કોન્સ્ટેબલ કિશનભાઇ પાંભર ,કૃષ્ણદેવસિંહ ઝાલા ,હરસુખભાઈ સબાડ અને કોન્સ્ટેબલ મહાવીરસિંહ જાડેજા ને મળેલી બાતમીના આધારે સ્ટાફે ગોઠવેલી વોચમાં પૂરપાટ ઝડપે એકટીવા લઈને નીકળેલા શ્યામ ઉર્ફે જાંબુ સોલંકીને અટકાવી તલાસી લેતા તેના કબજા માંથી રૂપિયા એક લાખની કિંમતનો સોનાનો ચેન મળી આવતા તેની પૂછપરછ કરતા તેને મવડી કણકોટ રોડ ઉપર ગ્રીન સિટીમાં રહેતા વીણાબેન દિનેશભાઈ પટેલ નામના વૃદ્ધાને ફિલ્ડ માર્શલ રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે વૃદ્ધાને નિશાન બનાવી અને ચીલ ઝડપ કર્યાની કબુલાત આપતા તેની ધરપકડ કરી સોનાનો ચેન અને એકટીવા મળી 1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Trending
- 19 જુલાઈનું પંચાંગ
- ગાજે બારે મેઘ બલવંતા! નરસિંહ આ રચનામાં કોને ગોવર્ધન પર્વત કહે છે?
- વિકાસ ત્યારે જ ધ્યાનમાં લેવામાં આવશે જ્યારે ખેડૂતોની જમીન માટે આદર, વાજબી વળતર
- ‘One Nation, One Election Bill’ ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે નહીં
- Japan ૨૦૩૦ ના દાયકામાં ઈ-૨૦ શ્રેણીની ટ્રેનો પૂરી પાડશે, પહેલો વિભાગ ૨૦૨૭ માં ખુલશે
- Rajasthan માં મસ્જિદો અને મદરેસાઓ સામે બુલડોઝર કાર્યવાહી પર વચગાળાનો સ્ટે લગાવી દીધો
- Champat Rai ભૂતકાળના કર્મોથી મુક્તિ મેળવવા માટે એક ખાસ કાર્ય કરશે; ચંપત રાય સાથે એક ખાસ આધ્યાત્મિક સાધના
- જો અજિત પવાર અને શરદ પવાર જૂથો પહેલા મર્જ થાય ત્યારે જ શરદ પવાર જૂથનો એનડીએમાં પ્રવેશ

