સાત શખ્સોની ધરપકડ કરી 28,700 નું મુદ્દામાલ કબજે
Rajkot,તા.03
રાજકોટ શહેર પોલીસ દ્વારા જુગારના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં ઠેબચડા અને કાથરોટા ગામે જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ કરી જુગારના પટમાંથી 28 700નો મુદ્દા માલ કબજે કર્યો છે.ભીમ અગિયારસ પૂર્વે ઠેર ઠેર જુગારના પટ મંડાયા હોવાની પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાને મળેલી માહિતીના આધારે દારૂ જુગાર ની બદી ને દામી દેવા આપેલી સૂચનાને પગલે આજીડેમ પોલીસ મથકના સ્ટાફ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે ઠેબચડા ગામની સીમમાં રમેશ મેરની વાડીમાં જુગાર રમતો હોવાની હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા રમેશ મનજી મેર અશોક ધીરુ મેર અને જીવરાજ પોપટ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી 13,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે કાથરોટા ગામની જાહેરમાં જુગાર રમતો હોવાની આજીડેમ પોલીસના કોન્સ્ટેબલ સંજયભાઈ બારોટને મળેલી બાતમીના આધારે સ્ટાફે કરોડો પાડી જુગાર રમતા સુખા કડવા કુકડીયા દેવા ભાનુ બાવળીયા ભીખુ રાધા બાવળીયા અને વાલજી ભાણા પરાલીયા ની ધરપકડ કરી જુગારના પટમાંથી 15.100 નો મુદ્દામાલ કબજે kri ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી છે