Washington,તા.05
અમેરિકામાં એક તરફ ગેરકાનુની રીતે રહેલા ઈમીગ્રાન્ટ અને કાનૂનના ભંગ બહાના હેઠળ વિદેશી વિદ્યાર્થીઓને દેશ બહાર તગડી રહેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અફઘાનીસ્તાન સહિત 12 દેશોના નાગરિકોને અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકી દીધો છે.
વ્હાઈટ હાઉસ એ જાહેર કરેલી એક યાદીમાં દરેક 12 દેશોને પ્રતિબંધ માટેના અલગ અલગ નિયમો કાનૂનોનો સહારો લેવાયો તથા કાલ દેશોના કેટલા નાગરિકો વિમા મુદત પુરી થયા બાદ પણ અમેરિકામાં વસી ગયા છે અથવા વિલંબથી ગયા છે તે આંકડા પણ આપ્યા હતા.
આ દેશોમાં અફઘાનીસ્તાન ઉપરાંત મ્યાનમાર, ચાંદુ (આફ્રિકન દેશ) રીપબ્લીકન ઓફ કોંગો ઈકવાટોરીયા ગુએના, ઈરિટ્રીયા, હૈતી, લીબીયા, સોનાલીયા, સુદાન, યમન, બરાંડી, કયુબા, લાઓસ, સીરીયાલીઓન, ટોંગો, તુર્કમેનીસ્તાન તથા વેનેઝુએલાનો સમાવેશ થાય છે.
અમેરિકી તંત્રએ આ તમામ દેશના નાગરિકોના વિસા પણ તાત્કાલીક અસરથી રદ કર્યા છે. જેઓ હાલ અમેરિકામાં છે તેઓએ પણ તાત્કાલીક પરત જવું પડશે. અફઘાનીસ્તાન જેમાં અમેરિકા 20 વર્ષથી વધુ સમયથી તેના સૈન્યને આ દેશમાં રાખ્યુ હતુ તેના નાગરિકોને જેઓ અગાઉ અમેરિકી યોજના મુજબ જ વસાવાયા હતા તેઓને પણ હવે અફઘાનીસ્તાન પરત જવું પડશે.
ટ્રમ્પ શાસને દાવો કર્યો કે અફઘાનીસ્તાન જે તાલીબાન શાસન હેઠળ છે ત્યાં પાસપોર્ટ જારી કરવા કે પછી નાગરિક દસ્તાવેજોને પ્રભાવિત કરવા માટે કોઈ માન્ય એજન્સી નથી. અન્ય દેશોના નાગરિકો કેટલો સમય અમેરિકામાં વિસા મુદત બાદ પણ પરત ગયા ન હતા તે સહિતના કારણો આપવામાં આવ્યા છે.
ટ્રમ્પે આ ઉપરાંત તેના ટાર્ગેટમાં રહેલી હાર્વર્ડ યુનિ.માં નવા વિદેશી વિદ્યાર્થીઓ માટેના વિસા પ્રક્રિયા સસ્પેન્ડ કરી છે. અગાઉથી જ આ ખ્યાતનામ યુનિ. ટ્રમ્પ શાસનના ટાર્ગેટ પર છે.
હવે વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, સલામતના કારણોસર હાલ હાર્વર્ડ માટે કોઈ વિદેશી વિદ્યાર્થીઓના વિસા મંજુર કરાશે નહી. આમ આ યુનિને બીજો મોટો ફટકો માર્યો છે.