Jasdan,તા.05
જસદણ પોલીસે સૈયદ ચોક નજીકનાં રહેણાંક મકાનમાંથી જુગારનો અખાડો ઝડપી રૂ. 24,400 ની રોકડ સાથે દસ પતાપ્રેમીઓની ધરપકડ કરી હતી. જસદણ ટાઉનના સૈયદ ચોકમાં રહેતા સબીર સૈયદબીન કથીરી તેના મકાનમાં બહારથી માણસો બોલાવી અંગત આર્થિક ફાયદા માટે નાલ ઉઘરાવી જુગારનું સાહિત્ય પૂરું પાડી તીન પત્તીનો હારજીતનો જુગાર રમાડી રહ્યો છે અને હાલ જુગારનો અખાડો ચાલુ હોય તેવી બાતમીના આધારે પી.એસ.આઇ. એન પી ગોહિલ, એએસઆઈ જયંતીભાઈ, હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ખાનગી ફોરવ્હીલમાં તેમજ કોન્સ્ટેબલ કનકસિંહ અને મહેન્દ્રભાઈ સરકારી વાહનમાં બેસી જસદણ જુના બસ સ્ટેન્ડ ખાતે દોડી ગયા હતા અને તા.5/6/2025 ની રાત્રે 12:05 વાગે બાતમીવાળા સ્થળે દરોડો પાડતા મકાનના પ્રથમ માળે આવેલ રૂમમાંથી મકાન માલિક સબીર સૈયદભાઈ કથીરી સહીત જુનેદ મજીદભાઈ સપા, મનસુર રહીમભાઈ પોપટિયા, ભાવેશ કરસનભાઈ બથવાર, નરેશ નથુભાઈ લુણી, મયુર રઘુભાઈ બાવળીયા, નીતિન નાથાભાઈ પરમાર,મહેશ વલકુભાઈ વાળા, કેવલ અરવિંદભાઈ ડાંગર અને કિસન ભીખુભાઈ કરોતરા (રહે તમામ જસદણ) વાળા ગોળ કુંડાળું વળી પૈસાની હારજીતનો જુગાર રમતા મળી આવ્યા હતા.
મામલામાં પોલીસે અખાડા સંચાલક સહિત 10 શખ્સોંની ધરપકડ કરી રૂ. 24,400 ની રોકડ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

