Junagadh તા. ૬
જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા નજીક સાસણ રોડ ઉપર આવેલ લોજ, રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસનું ચેકિંગ હાથ ધરતા, જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થતો હોવાનું સામે આવતા, મેંદરડા પોલીસમાં ૪ જેટલા રેસ્ટોરન્ટ, હોટલ, અને રિસોર્ટના માલીકો સામે ગુનો દાખલ કરાવેલ હતો.
મેંદરડા સાસણ રોડ ઉપર આવેલ ગ્રીન સ્ટાર રેસ્ટોરન્ટમાં બહારના રાજ્યના માણસોને કામે રાખી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ ન કરી, જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના જાહેરનામાઓની શરતોનો ભંગ કરી ગુન્હો કર્યાની રેસ્ટોરન્ટના માલિક અલ્પેશભાઇ ઉર્ફે કાળુભાઇ વ્રજલાલભાઇ સામે જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, આવી જ રીતે મેંદરડા સાસણ રોડ ઉપર આવેલ પીઝાનીક હબ રેસ્ટોરન્ટમાં બહારના રાજ્યના માણસોને કામે રાખી સબંધિત પોલીસ સ્ટેશન ખાતે જાણ ન કરી જીલ્લા મેજીસ્ટ્રેટ જૂનાગઢના જાહેરનામાઓની શરતોનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની નિલેશકુમાર કિશોરભાઇ હદવાણી સામે જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જ્યારે મેંદરડાની ધ ડ્રીમ ગીર ફાર્મ હાઉસમાં આવતા – જતા મુસાફરો અંગેનું પથીક એપલીકેશન ઓનલાઇન એન્ટ્રી કરવાની હોય જે પથીક એપલીકેશન ન લઇ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની કાનાભાઇ રામભાઇ જારીયા સામે જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ સાથે મેંદરડા સાસણ રોડ ઉપર આવેલ ‘કનૈયા લોજમાં એન્ટ્રી એકઝીટ પોઈન્ટ તથા પાર્કીંગ એરીયામાં બહારના ભાગે કવર કરે તે રીતેના સીસીટીવી કેમેરાઓ બંધ હાલતમાં રાખી જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા અંગેની ગોકુલભાઇ ગોપાલભાઇ દેવાણી સામે જુનાગઢ એસ.ઓ.જી. એ મેંદરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

