Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત
    • Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત
    • Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ
    • Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!
    • Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો
    • Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા
    • Rajkot: પાણીની મોટરના ખારમાં પિતા-પુત્ર પર ભાઈ-ભત્રીજાનો હુમલો
    • Rajkot: વ્યાજખોરો સામે જીલ્લા પોલીસનો આકરો પ્રહાર,૬૨ ગુના દાખલ કરી સવાસોને જેલ ભેગા કર્યા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, August 26
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • જૂનાગઢ
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ખેલ જગત»FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે
    ખેલ જગત

    FIFA World Cup 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે

    Vikram RavalBy Vikram RavalJuly 9, 2026No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    New York, તા. 9
    ફિફા વર્લ્ડ કપ 2026 હવે તેનાં સૌથી રોમાંચક અને અંતિમ ચરણ તરફ પહોંચી ગયો છે. 48 ટીમો સાથે શરૂ થયેલી આ ખિતાબી સફર હવે માત્ર આઠ મજબૂત દાવેદાર ટીમો વચ્ચે સીમિત થઈ ગઈ છે.

    રાઉન્ડ ઓફ 16માં ઘણાં મોટા ઉલટફેર, આખરી મિનિટોના રોમાંચક ગોલ, પેનલ્ટી શૂટઆઉટનો જબરદસ્ત ડ્રામા અને દિગ્ગજ ખેલાડીઓના સપરના કણ અંત બાદ હવે ક્વાર્ટર ફાઇનલના ચાર મહામુકાબલાઓનું ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ ગયું છે.

    હ

    વે જોવાનું એ રહેશે કે શું વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના પોતાનો તાજ બચાવી શકશે, કે પછી 72 વર્ષ બાદ ઇતિહાસ રચીને ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલું સ્વિટ્ઝર્લેન્ડ નવો ચમત્કાર કરશે?

    રાઉન્ડ ઓફ 16ના પાંચ સૌથી દિલધડક મેચ 
    1. આર્જેન્ટિના 3-2 ઇજિપ્ત (અટલાન્ટા) 
    આ મેચ વર્લ્ડ કપ ઇતિહાસની સૌથી શાનદાર વાપસી તરીકે નોંધાઈ ગઈ છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિના 79મી મિનિટ સુધી ઇજિપ્ત સામે 0-2થી પાછળ હતું અને પ્રથમ ભાગમાં લિઓનલ મેસી પેનલ્ટી પણ ચૂકી ગયો હતો.

    ત્યારબાદ ક્રિસ્ટિયન રોમેરોએ પ્રથમ ગોલ કરીને વાપસી કરાવી, જ્યારે 83મી મિનિટે મેસીએ શાનદાર ગોલ વડે સ્કોર 2-2થી બરાબર કર્યો. અંતે ઇન્જરી ટાઇમમાં (90+4′ મિનિટે) એન્ઝો ફર્નાન્ડીઝે હેડર દ્વારા વર્લ્ડ કપ ઇતિહાસનો 3000મો ઐતિહાસિક ગોલ દાગીને આર્જેન્ટિનાને 3-2થી યાદગાર જીત અપાવી હતી.

    2. નોર્વે 2-1 બ્રાઝિલ (ન્યૂ જર્સી) 
    આ રાઉન્ડનો સૌથી મોટો ઉલટફેર નોર્વેએ કરીને ફૂટબોલ જગતને ચોંકાવી દીધું છે. દક્ષિણ અમેરિકન જાયન્ટ બ્રાઝિલે શરૂઆતમાં લીડ મેળવી લીધી હતી, પરંતુ નોર્વેએ મજબૂત વાપસી કરી હતી. સ્ટાર સ્ટ્રાઇકર એર્લિંગ હાલેન્ડે આક્રમણની આગેવાની કરતા નિર્ણાયક વિજયી ગોલ દાગ્યો અને ટીમને 2-1થી જીત અપાવી. આ જીત સાથે નોર્વેએ બ્રાઝિલ સામે પોતાનો ઐતિહાસિક અજેય રેકોર્ડ પણ જાળવી રાખ્યો અને ટૂર્નામેન્ટની દાવેદાર ટીમને બહારનો રસ્તો બતાવ્યો.

    3. ઇંગ્લેન્ડ 3-2 મેક્સિકો (મેક્સિકો સિટી) 
    સહ-યજમાન મેક્સિકોના હોમ ક્રાઉડ વચ્ચે રમાયેલી આ મેચ રોમાંચથી ભરપૂર રહી હતી. ગોલનો વરસાદ અને ઘણા બધા યલો કાર્ડ વચ્ચે મેચની 54મી મિનિટે ઇંગ્લેન્ડના ખેલાડીને રેડ કાર્ડ મળતાં ટીમ 10 ખેલાડીઓ સુધી મર્યાદિત થઈ ગઈ હતી. છતાં, આખરી 35 મિનિટ 10 ખેલાડીઓ સાથે અદભુત સંઘર્ષ કરીને `થ્રી લાયન્સ’ (ઇંગ્લેન્ડ)ની ટીમે 3-2થી મેક્સિકોને હરાવીને હોમ ગ્રાઉન્ડ પર પ્રશંસકોને નિરાશ કર્યા હતા.

    4. સ્વિટ્ઝર્લેન્ડ 04-03 કોલમ્બિયા (વેન્કુવર) 
    બીસી પ્લેસ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ડિફેન્સિવ રણનીતિનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતી. કોલમ્બિયાએ સતત આક્રમણ કરીને દબાણ બનાવ્યું હતું, પરંતુ સ્વિટ્ઝર્લેન્ડની મજબૂત ડિફેન્સ લાઈન લોખંડી દીવાલ બનીને અડી રહી. 120 મિનિટની રમત સુધી કોઈ ગોલ ન થતાં મેચ પેનલ્ટી શૂટઆઉટમાં ગઈ, જ્યાં રૂબેન વર્ગાસે નિર્ણાયક પેનલ્ટીને ગોલમાં ફેરવી સ્વિટ્ઝર્લેન્ડને 4-3થી જીત અપાવી. આ સાથે સ્વિસ ટીમ 1954 પછી પહેલીવાર વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

    5. સ્પેન 1-0 પુર્ટુગલ (ડલાસ) 
    વિશ્વ ફૂટબોલની સૌથી મોટી પ્રતિદ્વંદ્વિત્તાઓમાંથી એક એવી સ્પેન અને પોર્ટુગલ વચ્ચેની મેચ અત્યંત રસાકસી ભરેલી રહી હતી. બંને ટીમોનાં ચુસ્ત ડિફેન્સના કારણે મેચ એક્સ્ટ્રા ટાઇમ તરફ વધી રહી હોય તેવું લાગતું હતું. પરંતુ, ઇન્જરી ટાઇમના અંતિમ ક્ષણોમાં મિકેલ મેરિનોએ એક શાનદાર મેજિકલ ગોલ કરીને સ્પેનને 1-0થી રોમાંચક જીત અપાવી દીધી હતી.

    ક્વાર્ટર ફાઇનલમાં થશે જોરદાર ટક્કર 
    હવે આ ટૂર્નામેન્ટ તેનાં સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. એક તરફ સુપરસ્ટાર લિઓનલ મેસીની આગેવાની હેઠળની આર્જેન્ટિનાની ટીમ સતત બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતીને પોતાનો તાજ બચાવવા મેદાન પર ઉતરશે.

    તો બીજી તરફ 72 વર્ષના લાંબા અંતરાલ બાદ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી સ્વિટ્ઝર્લેન્ડની ટીમ નવો ઇતિહાસ રચવા માટે પોતાની પૂરી તાકાત લગાવી દેશે. આ સિવાય ફ્રાન્સ, સ્પેન, ઇંગ્લેન્ડ, બેલ્જિયમ, નોર્વે અને મોરોક્કો જેવી દિગ્ગજ ટીમો પણ સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે એડીચોટીનું જોર લગાવશે.

    ક્વાર્ટર ફાઇનલના ચારેય મેચમાં વિશ્વ ફૂટબોલની મહાસત્તાઓ આમને-સામને ટકરાવાની હોવાથી પ્રશંસકોને ફરી એકવાર હાઈ-વોલ્ટેજ અને રોમાંચક મેચો જોવા મળશે તેમાં કોઈ શંકા નથી.

    આ પાંચ સુપરસ્ટાર ખેલાડીઓનું વર્લ્ડ કપ જીતવાનું સપનું તૂટ્યું 
    1. નેમાર (બ્રાઝિલ)
    હારનું કારણ : 
    બ્રાઝિલને નોર્વે સામે 2-1થી આંચકાજનક હારનો સામનો કરવો પડ્યો.
    સપનું તૂટ્યું : લાંબા સમય સુધી ઈજા સામે ઝઝૂમ્યા બાદ નેમારે આ વર્લ્ડ કપમાં વાપસી કરી હતી, પરંતુ 34 વર્ષીય આ સ્ટાર ખેલાડી પોતાની ટીમને હારથી બચાવી શક્યો નહીં. નેમારે ઇન્જરી ટાઇમની 100મી મિનિટે પેનલ્ટી પર એક ગોલ જરૂર કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અને ટ્રોફી જીતવાનું તેનું સપનું ફરી અધૂં રહ્યું.

    2. ક્રિસ્ટિયાનો રોનાલ્ડો (પોર્ટુગલ) 
    હારનું કારણ : સ્પેન સામે ઇન્જરી ટાઇમની 91મી મિનિટે ગોલ ખાવાનાં કારણે પોર્ટુગલ 1-0થી હારી ગયું.
    સપનું તૂટ્યું : 41 વર્ષીય મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો માટે આ છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવતો હતો. મેચ પૂરી થવાની અંતિમ વ્હીસલ વાગતાની સાથે જ રોનાલ્ડોની આંખોમાં આસું આવી ગયાં હતાં, કારણ કે ફૂટબોલ ઇતિહાસનાં આ મહાનતમ ખેલાડીનું વર્લ્ડ કપ ટ્રોફી ઉઠાવવાનું સૌથી મોટું સપનું હંમેશાં માટે અધૂં રહી ગયું.

    3. જેમ્સ રોડ્રિગ્ઝ (કોલમ્બિયા)
    હારનું કારણ :
      સ્વિટ્ઝર્લેન્ડ સામે ગોલરહિત મેચ બાદ પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી પરાજય.
    સપનું તૂટ્યું : 34 વર્ષીય જેમ્સ રોડ્રિગ્ઝે આખી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ગોલની ઘણી તકો બનાવી, પરંતુ કોલમ્બિયાની ટીમ સ્વિસ ડિફેન્સને ભેદી શકી નહીં. પેનલ્ટી શૂટઆઉટની હાર સાથે કોલમ્બિયાના આ મહાન ખેલાડીની વર્લ્ડ કપ સફર અત્યંત કણ રીતે પુરી થઈ.

    4. હિરવિંગ `ચકી’ લોઝાનો (મેક્સિકો)
    હારનું કારણ :
      સહ-યજમાન મેક્સિકોને પોતાનાં જ હોમ ગ્રાઉન્ડ પર ઇંગ્લેન્ડ સામે 3-2થી હાર વેઠવી પડી.
    સપનું તૂટ્યું : મેક્સિકોની આશાઓનો સૌથી મોટો ચહેરો ગણાતાં લોઝાનો પર આખા દેશની નજર હતી. ઇંગ્લેન્ડ 54મી મિનિટથી માત્ર 10 ખેલાડીઓ સાથે રમી રહ્યું હોવા છતાં મેક્સિકો બરાબરીનો ગોલ કરી શક્યું નહીં અને હોમ ગ્રાઉન્ડ પર ઇતિહાસ રચવાનું લોઝાનોનું સપનું તૂટી ગયું.

    5. ક્રિશ્ચિયન પુલિસિચ (અમેરિકા)
    હારનું કારણ :
     યજમાન અમેરિકાને સિયેટલમાં બેલ્જિયમ સામે 4-1થી એકતરફી હારનો સામનો કરવો પડ્યો.
    સપનું તૂટ્યું : ઈજામાંથી વાપસી કરીને ટીમની કપ્તાની સંભાળનારા પુલિસિચ પાસેથી અમેરિકન પ્રશંસકોને મોટી આશાઓ હતી, પરંતુ બેલ્જિયમના અત્યંત આક્રમક ગેમ સામે અમેરિકાનું ડિફેન્સ પત્તાના મહેલની જેમ વેરવિખેર થઈ ગયું અને પુલિસિચની સફરનો પણ અંત આવ્યો.

    FIFA World Cup 2026 New York
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleSourav Ganguly તેમના 54મા જન્મદિવસે આઈસીસી ‘હોલ ઓફ ફેમ’ માં સામેલ
    Next Article સિરીઝની સાથે Team India ની પ્રતિષ્ઠા દાવ પર
    Vikram Raval
    • Website

    Related Posts

    ખેલ જગત

    ભારત વિરુદ્ધ શ્રીલંકા બીજી ટેસ્ટમાં ICC એ કડક કાર્યવાહી કરી, બીજા ખેલાડીને ઠપકો આપ્યો

    August 25, 2026
    ખેલ જગત

    Vaibhav Suryavanshi એ પોતાનો અસલી જર્સી નંબર છુપાવી દીધો, જેના કારણે વ્યાપક ચર્ચા થઈ

    August 25, 2026
    ખેલ જગત

    Asita સાથેની અથડામણ પછી Yashaswi ની પહેલી પ્રતિક્રિયા, આ બાબત જાણ્યા વિના અભિપ્રાય બનાવવાની જરૂર નથી

    August 25, 2026
    ખેલ જગત

    હેડનના મતે, વર્તમાન RCB mentor Dinesh Karthik CSK માટે ’પરફેક્ટ’ પસંદગી હોઈ શકે છે

    August 25, 2026
    ખેલ જગત

    Dhruv Jurel ની સદીની ઉજવણીમાં જય જવાન, જય કિસાન ટેટૂ હતું, જે એક હૃદયસ્પર્શી વાર્તા પ્રગટ કરે છે

    August 25, 2026
    ખેલ જગત

    Sai Sudarshan ની વાપસી જોખમમાં છે, પડિકલની સદીઓ પછી આકાશ ચોપરા

    August 25, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹163,880
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹150,220
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹244,660
    લાઈવ રેટ્સ • અપડેટ: 26-08-2026 09:28
    Categories
    Latest News

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026

    Rajkot: રીક્ષાચાલકના એકાઉન્ટમાં સાયબર ફ્રોડના ૩૪.૬૬ લાખના ટ્રાન્જેકશન થયા!

    August 25, 2026

    Rajkot: વ્યાજખોરોનો ત્રાસ: 10 હજારના 1 લાખ ચૂકવ્યા છતાં 5 હજાર માટે બોટલથી હુમલો

    August 25, 2026

    Jafrabad પંથકમાં બંદૂક સાથે ઝડપાયેલા રમઝાન સમાને 3 વર્ષની સજા

    August 25, 2026
    Search
    Main News

    Rajnath Singh ૯-૧૦ સપ્ટેમ્બરે શ્રીલંકા જશે

    August 25, 2026

    બાસમતી ચોખાના ટ્રેડમાર્ક પર ભારતની અપીલ ફગાવી

    August 25, 2026

    નવા નિયમ હેઠળ ખાનગી કંપનીઓને મળશે DRDO મિસાઇલ ટેક્નોલોજી

    August 25, 2026

    Mumbai ના મઝગાંવમાં ગણેશ ભક્તો પર ઈંડા ફેંકનાર દાનિશ શેર ખાનની ધરપકડ કરવામાં આવી છે

    August 25, 2026

    Delhi માં ૩૦૦૦ H1N1 કેસ નોંધાયા CM Rekha Gupta એ કટોકટી બેઠક બોલાવી

    August 25, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: લીંબડી નજીક માર્ગ અકસ્માતમાં રાજકોટના વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: હાઈરાઈઝ બિલ્ડિંગમાંથી પટકાતા 66 વર્ષીય વૃદ્ધનું મોત

    August 25, 2026

    Rajkot: બાર એસોસિએશન દ્વારા વકીલો માટે “વિપશ્યના ધ્યાન સાધના પરિચય કાર્યક્રમ

    August 25, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.