(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૦
ખખાણા ગામમાં આઠ દિવસ પૂર્વે ગારો-કીચડ ઉડવા બાબતનો ખાર રાખી ચાર ઇસમોએ ઘર પાસે આવી સાસુ અને વહુને પાઈપ અને લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ મોપેડમાં નુકશાન કર્યું હતું
વાંકાનેર તાલુકાના ખખાણા ગામના હેતલબેન અનિલભાઈ થોરિયા (ઉ.વ.૨૫) વાળાએ આરોપીઓ સુરેશ ગોવિંદભાઈ ગોધાણી, સંજય સંગ્રામભાઇ ગોધાણી, કરણ સંગ્રામભાઇ ગોધાણી અને રવિ સંગ્રામભાઇ ગોધાણી રહે બધા ખખાણા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓ સાથે સાત આઠ દિવસ અગાઉ રસ્તામાં ગારો કીચડ ઉડવા બાબતે બોલાચાલી થઇ હતી જેનો ખાર રાખી ચારેય ઈસમો હેતલબેનના ઘર પાસે આવી ગાળો આપી લોખંડ પાઈપ અને લાકડી વડે હેતલબેનના કપાળના ભાગે તેમજ સાસુ રતનબેનને પગમાં મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને સ્કૂટીમાં નુકશાન કર્યું હતું વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

