(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૩
ખેતરમાંથી પસાર થતી વીજલાઈનના વળતર મામલે મોરબીના જેતપર ગામેથી આંદોલન શરુ કરવામાં આવ્યું હતું જે આંદોલનમાં જોડાયેલા નીલેશ એરવાડિયા પર આક્ષેપો બાદ તેમને છાવણીમાંથી અલગ કરવામાં આવ્યા હતા અને ઉપવાસી છાવણી દ્વારા મંગળવારે આવેદનપત્ર આપવાની જાહેરાત કરવામાં આવી છે તો રવિવારે નીલેશ એરવાડિયાએ પત્રકાર પરિષદ યોજી સરદાર સેના સંગઠનની રચના કરી આગામી શનિવારે ખેડૂતોની મહાપંચાયતની જાહેરાત કરી છે
પત્રકાર પરિષદમાં નીલેશ એરવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ખેડૂતોના પ્રશ્ને હવે એક નવા આંદોલનની શરૂઆત કરવામાં આવી રહી છે ખેડુતોના હિતમાં સરદાર સેનાની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આગામી શનિવારે તા. ૧૮ ના રોજ મોરબી જીલ્લાના તમામ ૧૮ વર્ણના લોકોને સાથે રાખી એક કિસાન પંચાયત યોજાશે ગુજરાતમાં ચાલી રહેલા અન્ય સંગઠનો કરતા આ સેના અલગ રીતે કામ કરશે દેશની સરહદો પર સૈનિકો રાષ્ટ્રની સુરક્ષા કરે છે તેમ સરદાર સેના ખેડૂત સમાજની સુરક્ષા કરશે
સેનાની કામગીરી સરકારી તંત્ર, પોલીસ તંત્ર અને જવાબદાર કંપની સામે હશે જો સરકારી તંત્ર કાયદો અને બંધારણને નેવે મૂકી ખેડૂતો સાથે મનમાની અથવા દાદાગીરી કરશે તો સરદાર સેના ઈંટનો જવાબ પથ્થરથી આપશે તેમજ હકાભા ગઢવી દ્વારા સેટિંગ માટે કરોડની માંગણી અંગેના આક્ષેપોમાં જણાવ્યું હતું કે મેં કોઈ સેટિંગ કર્યું નથી તેઓ કોઈનાથી ડરતા નથી અને ઝૂકવાના નથી ભાજપના લોકો આંદોલન તોડવા પ્રયત્નશીલ હતા પરંતુ તેઓ લડત ચાલુ રાખશે ખેડૂત સમાજની નાની મોટી ૫૬ માંગણીઓ એકત્રિત કરવામાં આવી છે જમીન સંપાદન અને રેન્ટ એગ્રીમેન્ટ જેવા અનેક મુદાઓ છે જે માટે સરકાર સાથે ટેબલ ટોક પર ચર્ચા કરવામાં આવશે ખેડૂતોની જરૂરિયાત મુજબ માંગણીઓ સ્વીકારાશે તો સમાધાન થશે અન્યથા આંદોલન કરવામાં આવશે

