(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩
Wankaner તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં દારૂ-બીયરનો મોટો જથ્થો હોવાની બાતમી મળતા વાંકાનેર તાલુકા પોલીસ ટીમે રેડ કરી દારૂ બિયરની ૫૩૧ પેટી કુલ બોટલ નંગ ૧૪,૭૯૬ મળી આવતા પોલીસે બે ઇસમોને ઝડપી લાલીને ૨૯.૪૭ લાખનો મુદામાલ કબજે લીધો છે
Wankaner તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ગુંદાખડા ગામની સીમમાં નાથા હરજીભાઈ વાજા પોતાના કબ્જા વાળી વાડીમાં આવેલ રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે સગેવગે કરવાની પેરવીમાં હોય જેથી ટીમે સ્થળ પર રેડ કરી હતી વાડીના મકાનમાંથી ગ્રીન લેવલ વ્હીસ્કી નંગ ૧૩૬૮, ૮ પીએમ વ્હીસ્કી બોટલ નંગ ૧૪૨૮, ૮ પીએમ વ્હીસ્કી નાની બોટલ નંગ ૩૯૩૬ તેમજ જામુન વોડકા નાની બોટલ ૨૪૪૮ નંગ, આઇકોનિક વ્હાઈટ પ્રાઈમ વ્હીસ્કી નાની બોટલ ૨૪૦ નંગ, વિન્ટેજ જામુન વોડકા નાની બોટલ ૫૭૬ નંગ, જામુન વોડકા કાચની બોટલ ૨૪૯૬ નંગ, બીયર ૨૩૦૪ નંગ અને એક મોબાઈલ કીમત રૂ ૧૦, ૦૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો
જેથી પોલીસે દારૂ-બિયરની ૫૩૧ પેટી કુલ બોટલ નંગ ૧૪,૭૯૬ કીમત રૂ ૨૯,૪૭,૫૬૪ નો મુદામાલ જપ્ત કરી આરોપી નાથા હરજી વાજા અને અશ્વિન નાથા વાજા રહે બંને ગુંદાખડા ગામના પાધરમાં આવેલ વાડીમાં તા. વાંકાનેર વાળાને ઝડપી લીધા છે અન્ય આરોપીઓ ટકો રહે રાજસ્થાન અને જીતેશ ભીમા રંગપરા રહે થાન વાળાના નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

