(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૧૩
Morbiના રફાળેશ્વર ગામ નજીક આવેલ મગફળીના ગોડાઉનમાં તા. ૦૪ જુલાઈના બપોરના આગ લાગી હતી મોરબી ફાયર ટીમો દોડી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરતા રાજકોટ અને જામનગર સહિતના સેન્ટરમાંથી ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી જે આગ પર નવમાં દિવસે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આગ સંપૂર્ણ કાબુમાં હોવાનું ફાયર ટીમે જણાવ્યું હતું
નાફેડ દ્વારા ખરીદી કરવામાં આવેલ ૧,૫૯,૦૦૦ મગફળીની ગુણીનો જથ્થો રાખવામાં આવેલ તે વેર હાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં આગ લાગી હતી રફાળેશ્વર નજીક આવેલ મગફળી ગોડાઉનમાં આગ લાગતા મોરબી, રાજકોટ અને જામનગરની ટીમોએ આગ કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ વિકરાળ બની હતી અને સતત નવ દિવસ સુધી ફાયર ટીમોએ દોડધામ કર્યા બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે ગોડાઉનમાં રહેલ ૧.૫૯ લાખ ગુણીઓ મગફળીની બળીને ખાખ થઇ છે અને ૪૪ કરોડથી વધુનો જથ્થો બળીને ખાખ થયાની માહિતી પ્રાપ્ત થઇ છે આગ કાબુમાં આવતા હવે અને પોલીસ ટીમો તપાસ ચલાવશે

