Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?
    • ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?
    • કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર
    • Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!
    • રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી
    • Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ
    • Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી
    • 16 જુલાઈનું પંચાંગ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 15
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Junagadh: ભવનાથ વિસ્તારમાં સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની હત્યા
    સૌરાષ્ટ્ર

    Junagadh: ભવનાથ વિસ્તારમાં સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની હત્યા

    Vikram RavalBy Vikram RavalJuly 15, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh ,તા.૧૫

    લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ જૂનાગઢના ભવનાથની પવિત્ર તળેટીમાં એવી ઘટના બની છે, જેણે સૌને ચોંકાવી દીધા છે. વર્ષોથી સાધુ વેશમાં એકલવાયું જીવન જીવતા એક આધેડની વાઘેશ્વરી માતાજીના મંદિરના ગેટ પાસે જાહેરમાં બેરહેમીથી હત્યા કરી દેવામાં આવતા ચકચાર મચી છે. ઘટનાના પગલે ત્વરિત આરોપીઓને પોલીસે ઝડપીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે.

    વિગતે વાત કરીએ તો, પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના ઈશ્વરીયા ગામના વતની ૫૦ વર્ષીય ભરત જીવાભાઈ મકવાણા છેલ્લા ૧૨ વર્ષથી ઘર છોડીને ભવનાથમાં સાધુ તરીકે રહેતા હતા. છેલ્લા ઘણા વર્ષોથી તે ભવનાથ પોલીસ સ્ટેશનની સામે જ રહેતા અને એકલવાયું જીવન જીવતા હતા. બાર વર્ષ પહેલા પોતાના ઘરે હું સાધુ બનવા જાઉં છું તેમ કહીને નીકળી ગયા હતા. પરંતુ તેની ક્યાં ખબર હતી કે તેણે પોતાનું ગામ તો છોડી દીધું છે પરંતુ ગામના અમુક લોકો જે શંકા કરે છે તે જ પોતાની હત્યા કરી નાખશે. એવું જ કંઈ બન્યું સોમવારની મોડી રાત્રે.

    ઘટનાના દિવસે તારીખ ૧૩મી જુલાઈને સોમવારે, જ્યારે ભરતભાઈ મકવાણા ભવનાથ વિસ્તારમાં હતા ત્યારે ઈશ્વરીયાના અશોક દેવશી બગડા તેમજ કુતિયાણાના અશોક પુંજા પરમાર અને અતુલ રણમલ મેર રીક્ષા લઈને ભરત મકવાણા પાસે આવ્યા હતા અને બાદમાં તેને વાઘેશ્વરી મંદિર તરફ લઈ ગયા હતા, ત્યાં સામાન્ય બોલાચાલી થઈ અને બાદમાં ત્રણેય શખ્સો ભરત મકવાણા પર તૂટી પડ્યા હતા અને તેને માર માર્યો હતો.(

    વાઘેશ્વરી મંદિરના ગેટ પાસે ઉભેલી પિયાગો રિક્ષામાં ત્રણ શખ્સોએ લાકડી અને દોરડાથી ભરતભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કર્યો હતો. મંદિરમાં કામ કરતા એક વ્યક્તિ દ્વારા હુમલો જોઈ આરોપીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ન માનતા તરત જ ૧૧૨ અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જે બાદ ગંભીર હાલતમાં ભરત મકવાણાને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

    ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતક ભરત મકવાણાના મૃતદેહનું હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવી મૃતકના પરિવારનો સંપર્ક કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બાદમાં સમગ્ર મામલે મૃતક ભરત મકવાણાના મોટા ભાઈ રમેશભાઈ મકવાણાની ફરિયાદના આધારે ભવનાથ પોલીસે ઈશ્વરીયાના અશોક દેવશી બગડા તેમજ કુતિયાણાના અશોક પુંજા પરમાર અને અતુલ રણમલ મેર સામે હત્યાનો ગુનો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે.

    પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અતુલ મેરની પત્નીનું મંગળસૂત્ર અગાઉ ચોરાયું હતું અને તેની શંકા ભરત મકવાણા પર રાખવામાં આવતી હતી. આ મનદુઃખ અને જૂની અદાવતને કારણે આરોપીઓએ ભરત મકવાણાને બોલાચાલી બાદ લાકડી અને દોરડાથી માર મારી મોતને ઘાટ ઉતાર્યા હોવાનું ખુલ્યું છે.

    જ્યારે આરોપી અશોક દેવશી બગડા અને અતુલ રણમલ મેર સામે અગાઉ પોરબંદર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનાઓ પણ નોંધાયેલા છે. હાલ ત્રણેય આરોપીઓના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને હત્યા પાછળ અન્ય કોઈ કારણ કે કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ ભવનાથ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે, ત્યારે હાલ તો લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે જોડાયેલ જૂનાગઢ ભવનાથમાં ખેલાયેલા લોહીયાળ ખેલનો આ કિસ્સો ભારે હડકંપ મચાવી રહ્યો છે.

    Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Bhavnagar માં એમ્બ્યુલન્સમાં દારૂની હેરાફેરી,એલસીબીએ ૧૨૪૮ બોટલ ઝડપી

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    Gondalમાં હેડ કોન્સ્ટેબલના ઘરમાં જામતી હતી તીન- પત્તીની મહેફિલ, પત્ની સહિત ૧૩ મહિલાઓ પત્તા ટીચતી ઝડપાઈ

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    ગુજરાતના Junagadhમાં ધોધમાર વરસાદ, અરવલ્લીમાં ખેડૂતોને રાહતની આશા

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    Somnath અષાઢી બીજ પવિત્ર રથયાત્રા દિવસે સોમનાથ તીર્થ ધર્મોત્સવમય બનશે

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    શીપ બિલ્ડીંગ સૌરાષ્ટ્રના આંગણે; Porbandar નું કુછડી બનશે ઉદ્યોગ હબ

    July 15, 2026
    સૌરાષ્ટ્ર

    Manavadar: પર્યાવરણ બચાવવા ’કિસાન મિત્ર ક્લબ’ની અનોખી પહેલ

    July 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026

    Indian stock market માં વોલેટાઇલ ટ્રેડિંગ વચ્ચે રોકાણકારો સાવચેત…!!

    July 15, 2026

    રાજ્ય સરકારે Surat પૂર પીડિતો માટે કુલ ૧૦૫૦ કરોડ રૂપિયાનું રાહત પેકેજની મંજૂરી આપી

    July 15, 2026

    Anand માં નશાની હાલતમાં પીઆઇ ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્‌યાનો આરોપ

    July 15, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    ઋતુ એક જ પણ છતાં એની પાછળનો નજરિયો અલગ અલગ એવું કેમ ?

    July 15, 2026

    ભગવત્ ગીતાનો સાતમો અધ્યાય કે જે જ્ઞાન, વિજ્ઞાન અને યોગ પ્રેરક છે! એનો બોધ શું છે?

    July 15, 2026

    કાયદાએ ડ્રગના વ્યસનીઓ પર તેની પકડ મજબૂત બનાવી-ભારત સરકાર

    July 15, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@yahoo.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.