New Delhi,તા.17
અયોધ્યાના રામમંદિરમાં ચઢાવા ચોરી મુદે રચાયેલી ખાસ તપાસ ટીમ હવે સોમવારે સીધો તેનો એક સંકલીત રિપોર્ટ સુપ્રીમકોર્ટને સુપ્રત કરશે. અગાઉ આ અંગેનો આખરી રિપોર્ટ ઉતરપ્રદેશ સરકારને સુપ્રત કરવાનો હતો પણ વિવાદ સર્વોચ્ચ અદાલતમાં પહોચતા હવે તેના આદેશ મુજબ સોમવારે અત્યાર સુધીની તપાસનો રિપોર્ટ આપવાનો છે.
અને તે બાદ આ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલત આખરી નિર્ણય લેશે. બીજી તરફ ઉતરપ્રદેશ સરકારને જે આખરી રિપોર્ટ સુપ્રત થવાનો છે તે હવે વિલંબમાં પડશે. ‘સીટ’ તેની તપાસ હવે સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ આગળ ધપાવશે.

