Junagadh, તા.18
જુનાગઢ તા.18/7/26 કેશોદ- માંગરોળ હાઇવે પર ના ચાંદીગઢના પાટિયા પાસે મોસા ચાલકને હડફેટે પટેલ લઈ લેતા બાઈક ચાલકનું મોત નીપજ્યું હતું.
માંગરોળતા બેના મેકડી ગામના રહીશ કિશનભાઇ માલદેભાઈ આતરોલીયા ઉમર 38 પોતાના મોટરસાયકલ પર કેશોદ તરફ જઈ રહ્યા હતા.
ત્યારે સામેથી આવી રહેલી ઇકો કારના ચાલકે મોસાને જોરદાર ટક્કર મારતા કિશનભાઇ ના માથામાં તેમજ શરીરમાં ગંભીરિજાઓ થતાં સારવાર માટે કેશોદ થી જુનાગઢ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા, અકસ્માત સર્જી ઇકો કારનો ચાલક ઘટના સ્થળેથી ભાગી છૂટ્યાની ફરિયાદ કેશોદ પોલીસમાં નોંધાય છે
સગીરાનું અપહરણ
મૂળ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સીમલીયા ગામના રહીશ હાલ વિસાવદર નાના કોટડા ગામની સીમમાં અશ્વિનભાઈ લાલજીભાઈ ભાખર ની વાડીએ મજૂરી કામ કરતા આદિવાસી શીવાભાઈ વારસિંગભાઈ બામણીયા ની 14 વર્ષ 8 માસની સગીરા દીકરીને સંતરામપુર નો રહીશ આરોપી સતીશ લક્ષ્મણ ડીંડોર તા. 5ની સાંજે લલચાવી ફોસલાવી બદકામ કરવાની ઈરાદે લગ્નની લાલચ આપી અપહરણ કરી લઈ ગયાની વિસાવદર પોલીસમાં સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.જે. વાઘેલાએ તપાસ હાથ ધરી છે

