વર્ષ ૨૦૨૩ થી કાર્યરત સંસ્થાએ અત્યાર સુધીમાં ૧૨૧૮ ગૌમાતાને સમાધિ આપી
(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૨૦
મોરબીમાં વિવિધ સંસ્થાઓ માનવ અને અબોલ જીવોની સેવા માટે જાણીતી છે સંસ્થાઓ નિસ્વાર્થ સેવા કરી માનવતા મહેકાવી રહી છે આવી જ એક સંસ્થા ગૌસેવા એજ માનવ ધર્મ ટ્રસ્ટ મોરબી છે જે વર્ષ ૨૦૨૩ થી મૃત્યુ પામેલી ગૌમાતાની વિધિવત સમાધિ આપી રહ્યા છે
ગૌસેવા એજ માનવ ધર્મ ટ્રસ્ટ મોરબી સંસ્થા વર્ષ ૨૦૨૩ થી કાર્યરત છે અને ચાર વર્ષના સમયગાળા દરમિયાન સંસ્થાના સેવાભાવીઓ દ્વાર ૧૨૧૮ ગૌમાતાને સમાધિ આપવામાં આવી છે સંસ્થામાં ૧૫ જેટલા યુવાનો કાર્યરત છે અને તેઓ મૃત્યુ પામેલી ગૌમાતાને સમાધિ આપવા ખાડો કરી ક્રેનથી વિધિવત ગૌમાતાને સમાધિ આપે છે ગૌવંશનું મૃત્યુ થયા બાદ તેને સમાધિ આપવાની હોય છે અને સંસ્થા અવિરત સેવાકાર્ય કરી રહ્યા છે મૃત્યુ પામેલા ગૌવંશના મૃતદેહ જ્યાં ત્યાં ના રખડે તે માટે ગૌમાતાને સમાધિ આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે
તે ઉપરાંત મોરબીમાં ક્યાય પણ ગૌમાતા મૃત્યુ પામ્યા હોય તો સંસ્થાનો સંપર્ક કરવા જણાવ્યું છે સંસ્થાના સેવાભાવીઓ વિનામૂલ્યે ગૌમાતાના મૃતદેહને લઇ જઈને વિનામૂલ્યે વિધિવત સમાધિ આપશે તેમજ કોઈ ગૌવંશનું અકસ્માત થયું હોય કે બીમાર હાલતમાં હોય તો તેને પણ યોગ્ય સારવાર આપવા માટે સંસ્થાના લાલભા જાડેજા અને નકુમ જયેશભાઈ પર સંપર્ક કરવા જણાવ્યું છે

