Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત
    • પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ
    • પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી
    • યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ
    • શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ
    • Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો
    • Congress અધ્યક્ષ ખડગેએ PM મોદીને કહ્યા ‘આતંકવાદી’, ભૂલ સમજાતા સ્પષ્ટતા કરી
    • Iran નો ખેલ ખતમ કરવા ખાડી દેશોએ શોધી કાઢ્યો નવો રસ્તો! તેલ પહોંચાડવા માટે હોર્મુઝની જરૂર નહીં રહે
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, April 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»Banaskantha માં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ
    ગુજરાત

    Banaskantha માં મેઘરાજા ઓળઘોળ: વડગામમાં આભ ફાટયું, 39 કલાકમાં 12 ઈંચ વરસાદ

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJuly 4, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Banaskantha, તા.04

    હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ગતમોડી રાતથી વાતાવરણમાં જોરદાર પલટો આવ્યો હતો. જોતજોતામાં સર્વત્ર મુશળાધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં જિલ્લાભરમાં છેલ્લા 39 કલાકના સમયગાળામાં સૌથી વધુ વડગામ તાલુકામાં જાણે આભ ફાટયું હોય તેમ અંદાજીત 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ હતી. આ ઉપરાંત પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા, અમીરગઢ, દિયોદર, લાખણી, કાંકરેજ, ભાભર સહીતના મોટાભાગના તાલુકાઓમાં સરેરાશ બે ઈંચથી વધુ વરસાદ નોંધાવો હતો. ધોધમાર વરસાદ પડતાં પાલનપુર આબુરોડ હાઈવે ઉપર પાણીનો ભરાવો થતાં વાહનવ્યવહાર અવરોધાયો હતો. તેમજ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પણ ઢીંચણ સમાન પાણી એકત્રિત થતાં સર્જાયેલી પરિસ્થીતીને લીધે સ્થાનિકોને ભારે હાડમારીઓ વેઠવાનો વારો આવ્યો હતો.

    પાલનપુર ભારે વરસાદે નગરપાલિકા પ્રિ-મોન્સુન પ્લાનની પોલ ખોલી હતી. શહેરમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલીકા તંત્ર દ્વારા શહેરમાં આવેલા નાળા તેમજ ભૂગર્ભ ગટરની ચેમ્બરોની સાફ સફાઈ માટે 85 લાખ રૂપિયામાં માતબર ખર્ચ કરવાની જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ નાળા અને ભૂગર્ભ ગટર ચેમ્બરોની સફાઈ કરવામાં વેઠ વાળવામાં આવતા તેમજ વિવિધ વિસ્તારોમાં ચેમ્બરોની સફાઈ કરવામાં ન આવતા વરસાદની પરિસ્થિતિમાં શહેરમાં પુરની પરિસ્થિતિ સર્જાઈ હતી.

    પાલનપુરમાં ભારે વરસાદ પડતા ગોબરી તળાવ મોવરફલો થયું હતું. આ તળાવમાં શહેરનું પાણી વધુ પ્રમાણમાં આવી જતા તળાવનું પાણી નવા ગંજ અને આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ન જાય તે માટે વહિવટી તંત્ર દ્વારા ગોબરી તળાવના નીચાણવાળા વિસ્તારના ખેતરોના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

    પાલનપુરના સવા આઠ ઈંચ વરસાદ પડતાં લડબી નદી બંને કાઠે વહેલા લાગી હતી. ગઢ ગામે સિઝનમાં લડબી નદીમાં પ્રથમ વખત પાણી આવતા ભૂગર્ભ જળ ઉચા આવવાની આશાને લઈ લોકોમાં ખુશાલી વ્યાપી હતી અને નદીમાં આવેલા નીરને જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.

    પાલનપુરના ગુરૂવારે વહેલી સવારે નીંદર માણી રહ્યા હતા તે સમયે વરસાદે ગાજવીજ સાથે મુશળાધાર વરસાદ ખાબકી ગયો હતો. બપોર સુધી અવિરત વરસતા સવા આઠ ઈંચ વરસાદ નોંધાયો હતો. જેને લઈ આબુ હાઇવે પર બિહારી બાગ, ગઠામણ પાટીયા, ડેરી રોડ પર આદર્શ સ્કૂલ રોડ કીર્તિસ્તંભ જેવા વિસ્તાર બેટમાં ફેરવાયા હતા. રોડ ઉપર ઢીંચણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થતા ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી. બેચરપુરા, ગણેશપુરા, ભવદીય સોસાયટી, મફતપુરા જેવા નીચાણવાળા વિસ્તારોના મકાનોમાં ચારથી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ઘર વખરી નુકશાન થવા પામ્યું છે. શહેરમાં સામાન્ય વરસાદ પૂરની પરિસ્થિતિ સર્જાઇ રહી છે.

    વડગામમાં તાલુકા પંચાયતની રેકર્ડ શાખાના રૂમમાં પાણી ઘૂસી જતાં છેલ્લા ત્રણ વર્ષના દાખલા અંગેના સરકારી રેકર્ડ પલળી ગયા હોવાનું વડગામ ટીડીઓએ જણાવ્યું હતું. વડગામમાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ વચ્ચે તાલુકા પંચાયત, ખેરાલુ રોડ, નવા બસ સ્ટેપ વવાડિયા રોડ ઉપર મોટી માત્રામાં પાણી ભરાયા હતા.જ્યારે એસટી બસ તેમજ 108 એમ્બ્યુલન્સને પસાર થવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

    બનાસકાંઠા જિલ્લામાં સર્વત્ર મુશળધાર વરસાદ પડતાં ઠેર ઠેર રોડ રસ્તા ધોવાયા હતા. પાલનપુરના ગઢ ગામે પશુભાઈ દેવાભાઈ પગીના મકાનની દીવાલ ધરાશાયી થતાં અફરા તફરી મચી જવા પામી હતી. ઘટનામાં સદનસીબે જનહાનિ ટળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

    બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકના સમયગાળામાં ભારે મેઘ ખાંગા થયા છે. દાંતા, અમીરગઢ, પાલનપુર, વડગામ, દાંતીવાડામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. પાલનપુરમાં અનરાધાર વરસાદથી શહેરમાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ડોક્ટર હાઉસ અને મફતપુરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ચુસતાં ધરવખરી ભારે નુકસાન થયું છે.

    પાલનપુર શહેરમાં વહેલી પરોઢે સાંબેલાધાર વરસાદ પડતા શહેરના જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ડોક્ટરની હાઉસની પાછળના વિસ્તારમાં સફાઇના અભાવે નાળા બ્લોક થઇ જતાં પાણીનો ભરાવો થયો હતો. લાંબા સમયથી સફાઇ ન થતાં નાળામાં કચરો અને પ્લાસ્ટિક જામ થતા પાણીનો પ્રવાહ અટકી જતાં સંખ્યાબંધ મકાનોમાં પાણી ઘૂસી જતા ઘરવખરીને પારાવાર નુકશાન થયું હતું. જ્યારે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મકાયા હતા. જેને લઈ લોકોમાં નગરપાલિકાની ઘોર લાપરવાહી સામે ભારે રોષ ભભુકી ઉઠયો હતો.

    Banaskantha Heavy-Rain
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    અમદાવાદ

    કાળઝાળ ગરમી: અમદાવાદમાં શનિવાર સુધી Yellow alert i, પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની આગાહી

    April 21, 2026
    અમદાવાદ

    Dhandhuka હત્યાકાંડ: આરોપીઓના પાપના સામ્રાજ્ય પર ચાલ્યું બુલડોઝર, ગેરકાયદે મકાનોનો સફાયો

    April 21, 2026
    જામનગર

    Jamnagar : 20 રૂપિયા જેવી નજીવી ઉઘરાણી મામલે થયેલ હુમલામાં ઘવાયેલ વેપારી વૃધ્ધનું મોત

    April 21, 2026
    જામનગર

    Jamnagar : મહાનગરપાલિકાની ચૂંટણીમાં શહેર ભાજપ પ્રમુખએ પોતાનું વર્ચસ્વ દેખાડવા આડેધડ ટીકીટો ફાળવી

    April 21, 2026
    જામનગર

    Jamnagar : ઓનલાઇન સેલીંગ કરતી બ્લીન્કીટને બ્લોક કરતી જામનગર મહાનગરપાલિકા

    April 21, 2026
    જામનગર

    Jamnagar : નાનકપુરીમાંથી પાના ટીંચતી પાંચ મહિલાઓ ઝડપાઇ

    April 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026

    યુદ્ધવિરામ વચ્ચે લેબેનોનના ‘રેડ ઝોન’માં Israeli ની એક્શન, અનેક ગામડાં તબાહ

    April 21, 2026

    શાંતિ મંત્રણા નિષ્ફળ જશે તો ટ્રમ્પ માટે કપરા ચઢાણ, ઓઈલ માર્કેટ ચિંતિત! Iran નો 70 ટકા શસ્ત્ર ભંડાર અકબંધ

    April 21, 2026

    Middle East war ના કારણે બાંગ્લાદેશમાં મોબાઈલ નેટવર્ક ઠપ થવાનો ખતરો

    April 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    West Bengal Assembly Election 2026,રાત્રે દ્વિચક્રી વાહન પર પ્રતિબંધ, દિવસે એક જ સવારી ચાલવું ફરજિયાત

    April 21, 2026

    પૂર્વોત્તર ભારતમાં Earthquake નો જોરદાર આંચકો: 5 રાજ્યોની ધરા ધ્રુજી, રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ

    April 21, 2026

    પહલગામ હુમલાની વરસી પહેલા સેનાએ પાક.ને ‘Operation Sindoor’ની યાદ અપાવી

    April 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.