Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!
    • વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી
    • 30 જુલાઈનું પંચાંગ
    • 30 જુલાઈનું રાશિફળ
    • નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર
    • પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi
    • ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું
    • Eknath Shinde એ તેમના મંત્રીઓના કામમાં શિથિલતા પર નારાજગી વ્યક્ત કરી,ભૂલ માટે કોઈ જગ્યા નથી
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, July 29
    • મુખ્ય સમાચાર
    • રાષ્ટ્રીય
      • અન્ય રાજ્યો
    • ગુજરાત
      • અમદાવાદ
      • વડોદરા
      • સુરત
    • સૌરાષ્ટ્ર
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • લેખ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»અમદાવાદ»Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા
    અમદાવાદ

    Ahmedabad સહિત ગુજરાતભરમાં ગુરુપૂર્ણિમાના પાવન પર્વની ઉજવણી,ભક્તો દર્શન અને રક્ષાપોથી બંધાવવા પહોંચ્યા

    Vikram RavalBy Vikram RavalJuly 29, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Ahmedabad,તા.૨૯

    અમદાવાદ સહિત ગુજરાતભરમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.ભકતો પોત પોતાના ગુરૂના આર્શિવાદ લેવા માટે પહોંચ્યા હતાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે અમદાવાદના જમાલપુર સ્થિત જગન્નાથ મંદિરમાં ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. ભક્તોએ મહંત દિલીપદાસજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર પરિસરમાં વિશેષ પૂજન, ગુરુવંદના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો, મહંતો અને હજારો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

    જગન્નાથ મંદિરની ગુરુ પરંપરા અનુસાર દર વર્ષે ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગાદીના ગુરુજનોનું વિધિવત્‌ પૂજન કરવામાં આવ્યું હતું.  મંદિર પરિસરમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ “જય જગન્નાથ”ના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.

    આ પ્રસંગે મહંત દિલીપદાસજી મહારાજે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમા માત્ર એક ધાર્મિક પર્વ નથી, પરંતુ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર દિવસ છે. તેમણે જણાવ્યું કે જગન્નાથ મંદિરમાં પ્રતિવર્ષ ગુરુ પરંપરા અનુસાર ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવવામાં આવે છે અને અનેક ભક્તો દૂર-દૂરથી ગાદીના ગુરુજનોના આશીર્વાદ લેવા માટે આવે છે.

    ગુરુપૂર્ણિમાના આ પાવન અવસરે મહંત દિલીપદાસજી મહારાજે તમામ ભક્તજનોને ગાદીના ગુરુજનોના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમણે સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તથા આધ્યાત્મિક પ્રગતિ માટે મંગળકામનાઓ વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ ગુરુવંદના કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. રાજકોટ શહેર પણ ગુરુભક્તિના રંગે રંગાયું છે. શહેરના કુવાડવા રોડ પર આવેલા સુપ્રસિદ્ધ રણછોડદાસ આશ્રમ ખાતે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો ગુરુદેવના દર્શન અને પૂજન માટે ઉમટી પડ્યા હતા. ગુરુપૂર્ણિમાના દિવસે અહીં રક્ષાપોથી (રાખડી) બંધાવવાનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે.આશ્રમમાં આવેલા ભક્તોએ જણાવ્યું કે તેમના જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન છે. ગુરુપૂર્ણિમાના દિવસે સૌપ્રથમ ગુરુદેવના દર્શન અને આશીર્વાદ મેળવી તેઓ પોતાના દિવસની શરૂઆત કરે છે. તેમના મતે ગુરુના આશીર્વાદથી જીવનમાં સકારાત્મક ઊર્જા અને માર્ગદર્શન મળે છે.

    ગુરુપૂર્ણિમાના પાવન પર્વની આજે જૂનાગઢમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી ભવનાથના ગિરિ તળેટી વિસ્તારમાં આવેલા ગુરુ ગોરક્ષનાથ આશ્રમ, અવધૂત આશ્રમ, ભારતી આશ્રમ સહિત તમામ આશ્રમોમાં વહેલી સવારથી જ ભકતો ગુરૂના દર્શન કરવા અને આર્શિવાદ લેવા માટે પહોંચ્યા હતાં શિષ્યો અને સેવકોએ ગુરુ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી

    યાત્રાધામ ડાકોર તેમજ નડીયાદ ખાતે ગુરૂપુર્ણિમાની ભક્તિભાવપુર્ણ ઉજવણી કરવામાં આવી હતી. ડાકોરના રણછોડરાયજી મંદિર તેમજ નડીયાદના સંતરામ મંદિર ખાતે વહેલી સવારથી દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. ગુરૂપુર્ણિમાના પર્વને લઈને જીલ્લાભરમાં ભાવિકો ગુરૂ વંદના અને ગુરૂપાદુકા પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

    યાત્રાધામ ડાકોર ખાતે આજે ગુરૂપુર્ણિમાને લઈ રણછોડરાયજીના દર્શન માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.સમગ્ર મંદિર પરિસર જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ગુરૂપુર્ણિમા નિમિત્તે ભગવાનને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનના અલૌકિક સ્વરૂપના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી.મંગળા આરતીનો પણ મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો.

    નડિયાદ સંતરામ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી.સવારથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો સંતરામ મંદિર ખાતે ઉમટ્યા હતા. સંતરામ મહારાજના સમાધિ સ્થાન અને દિવ્ય અખંડ જ્યોતના દર્શન કરી તેમજ રામદાસજી મહારાજને વંદન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આ સાથે મંદિર ખાતે ગુરુપાદુકા પૂજન કરવામાં આવ્યું હતું. આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે પોતાના ગુરૂ પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કરવા ભાવિકો કંઠી ધારણ કરે છે. ત્યારે મંદિરમાં ગુરૂ કંઠી માટે લાંબી કતારો જોવા મળી હતી.

    મહુધાના સુપ્રસિદ્ધ ચુણેલા હનુમાનજી અને શંકરરામજી આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભાવિકોએ મહારાજનું પૂજન કરી સન્માન કરી ગુરૂ પ્રત્યે આદર ભાવ વ્યક્ત કર્યો હતો. મહુધા તાલુકાના ચુણેલા હનુમાનજી અને શંકરરામજી આશ્રમ ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.

    Ahmedabad Ahmedabad News
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Previous ArticleBAMS પેપર લીક મુદ્દે જૂનાગઢમાં NSUI, કોંગ્રેસનો વિરોધ, નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીની માંગ
    Next Article Air India plane crash ની તપાસ ૧૨ ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે
    Vikram Raval
    • Website

    Related Posts

    અમદાવાદ

    ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૧૮૯૯વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી,પેપર લીક માત્ર પ્રશ્નપત્રની ચોરી નથી;તે યુવાનોના સપનાઓની ચોરી છે,કોંગ્રેસ

    July 29, 2026
    અમદાવાદ

    Ahmedabad બોપલ વિસ્તારમાં ભારે વરસાદથી ભગવતી કૃપા સોસાયટીમાં પાણી ભરાતા ૪૨ પરિવારો બેઘર બન્યા

    July 29, 2026
    અમદાવાદ

    Ahmedabadના બિલ્ડર નિલય પટેલની મુંબઈમાં ધરપકડ, દિલ્હીની યુવતીની ફરિયાદ બાદ દુષ્કર્મનો કેસ નોંધાયો

    July 28, 2026
    અમદાવાદ

    Ahmedabad એરપોર્ટ પર રૂ. ૩૫ લાખથી વધુના સોનાની દાણચોરીનો પર્દાફાશ

    July 28, 2026
    અમદાવાદ

    17મી ઓગસ્ટથી Vande Bharat એક્સપ્રેસ ટ્રેન અમદાવાદના બદલે સાબરમતી સ્ટેશનથી ઉપડશે

    July 28, 2026
    અમદાવાદ

    Gujaratના ઇન્વેસ્ટરોના મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં સતત ત્રીજા મહિને વૃધ્ધિ

    July 28, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    સોના-ચાંદીના ભાવ (Gold & Silver Rates)

    સોનું 24 કેરેટ (Gold 24K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹142,410
    સોનું 22 કેરેટ (Gold 22K) પ્રતિ 10 ગ્રામ / per 10g
    ₹130,540
    ચાંદી (Silver) પ્રતિ 1 કિલોગ્રામ / per 1kg
    ₹202,680
    લાઈવ રેટ્સ • અપડેટ: 29-07-2026 22:11
    Categories
    Latest News

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026

    30 જુલાઈનું રાશિફળ

    July 29, 2026

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026
    Search
    Main News

    નવા શિક્ષણમંત્રી અને PM મોદી માટે નવો પડકાર

    July 29, 2026

    પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો : Rahul Gandhi

    July 29, 2026

    ભારે હંગામા વચ્ચે Anti-Paper Leak સંશોધન બિલ લોકસભામાં ધ્વનીમતથી પાસ થયું

    July 29, 2026

    Ayodhya માં ૭૫૦ કરોડ રૂપિયાના ખર્ચે મંદિર સંગ્રહાલય બનાવવામાં આવશે; પ્રોજેક્ટ ઓક્ટોબરમાં શરૂ થશે

    July 29, 2026

    Bhopal માં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન હિંસક બન્યું,નર્મદાપુરમમાં પોલીસ સાથે ઘર્ષણ, બેરિકેડ તોડી નાખવામાં આવ્યા

    July 29, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કળિકાળે બુદ્ધ અને સિદ્ધ તો ઘણાં મળશે! પણ જો એ શુદ્ધ હોય તો જ એની મહત્તા છે!

    July 29, 2026

    વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન, પોલીસ દ્વારા બળપ્રયોગ અને લોકશાહીની કસોટી

    July 29, 2026

    30 જુલાઈનું પંચાંગ

    July 29, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : nutanpress@gmail.com

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.