Mumbai,તા.01
આમિર ખાન તથા રાણી મુખર્જીની ૧૯૯૮માં આવેલી ફિલ્મ ‘ગુલામ’ના લોકપ્રિય ગીત ‘આંખો સે તુને’નું નવું રિમિક્સ વર્ઝન ‘ભાઇ તેરા સ્ટાર હૈ’ ફિલ્મમાં ઉઠાંતરી કરીને રિમિક્સ તરીકે રજૂ કરાતાં મૂળ ગીતના સંગીતકાર જતીન પંડિતે નારાજગી દર્શાવી છે. જતિન પંડિતે રિમિક્સ વર્ઝનની ટીકા કરતાં કહ્યું હતું કે આ કોઈ ડાન્સ સોંગ નથી. મૂળ સોંગના હાર્દને તોડીમરોડીને રિમિક્સ બનાવાયું છે.
રિમિક્સને યુ ટયુબ પર ૨૩ મિલિયન વ્યુ મળ્યા હોવાનો ઉલ્લેખ કરી પંડિતે જણાવ્યું હતું કે તેમાં એજ જુનો દારૂ નવી બોટલમાં રજૂ કરવામાં આવ્યો છે.
બોટલ નવી છે એટલે નવી પેઢી તેની સાથે કનેક્ટ થઇ છે, પણ તેની તાકાત તો મૂળ તરજમાં સમાયેલી છે. તેમણે અફસોસ વ્યક્ત કર્યો હતો કે યુવાનોને ખબર પણ નહીં હોય કે ‘આંખો સે તુને’ની મૂળ તરજ જતિન લલિતે બનાવી હતી. આ હકીકત મને ઉદાસ કરી મુકે છે.
‘આંખો સે તુને ગીત’ના લીજો જ્યોર્જે બનાવેલાં રિમિક્સ વર્ઝનમાં નવી ઉમેરવામાં આવેલી કડી દેવ નેગી અને પલક મુછાલે ગાઇ છે. એ પછી ગીત તેના મૂળ સ્વરૂપમાં અલકા યાજ્ઞિાક અને કુમાર સાનુના અવાજમાં રજૂ થાય છે.

