(રવિ મોટવાણી દ્વારા)
Morbi તા.૧
Morbiના ઘૂટું ગામમાં પત્નીને માર મારતા પતિને સાઢુભાઈ સમજાવવા જતા મારામારી થવા પામી હતી બંને પક્ષે મારામારી થયા બાદ સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના ઘૂટું ગામે રહેતા કિશનભાઈ ગેલાભાઈ સોલંકી (ઉ.વ.૨૭) વાળાએ આરોપીઓ જયદીપ દિનેશ રાઠોડ, દિનેશ રાઠોડ અને રેખાબેન રહે ઘૂટું વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ દિનેશ રાઠોડ તેના સાઢુભાઈ થતા હોય અને પત્નીને માર મારતો હતો જેથી પત્નીને માર નહિ મારવા બાબતે સમજાવતા સારું નહિ લાગતા આરોપી જયદીપ રાઠોડ, દિનેશ રાઠોડ અને રેખાબેને ફરિયાદીના ઘર પાસે જઈને ફરિયાદીના માતા રમીલાબેનને ગાળો આપી ઢીકા પાટું માર મારી તેમજ ફરિયાદીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
સામાપક્ષે દિનેશભાઈ જેરામભાઈ રાઠોડે આરોપીઓ કિશન ગેલાભાઈ સોલંકી, મનોજ ગેલાભાઈ સોલંકી અને રમીલાબેન ગેલાભાઈ સોલંકી રહે બધા ઘૂટું વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે જયદીપભાઈ અને દિપીકાબેન આરોપી રમીલાબેનને સમજાવવા જતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી તેમજ આરોપી કિશને ફોન કરી બોલાવ્યો અને ઝઘડો કરતા ફરિયાદી છોડાવવા વચ્ચે પડતા લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

