Rajkot તા.૧
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, રાજકોટ દ્વારા મોટર સાયકલ પ્રકારના વાહનો માટે જીજે૩કયુએફ સીરીઝનું ઓનલાઈન ઈ-ઓકશન કરવામાં આવેલ હતું.જેમાં તા.૨૮/૦૭ના બપોરના ૪ કલાક થી ૨૮/૦૭ના બપોરના ૪ કલાક સુધી પસંદગી નંબરોમાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું.
ત્યાર બાદ તા.૨૮/૭ બપોરનાં ૪.૦૧ કલાકથી ૩૦/૭ના બપોરનાં ૪ સુધી ઓનલાઈન બિડિંગ કરવામાં આવેલ હતું.જેમાં કુલ ૨૨૧૭ અરજદારોએ ભાગ લીધો હતો. જેમાંથી કુલ ૧૭૯૦ અરજદારોએ સફળતાપુર્વક નંબર પ્રાપ્ત કરેલ હતાં. જેના દ્વારા સરકારને રૂ।૨,૬૬,૫૦૦ની કુલ આવક થવા પામેલ છે.
ઉલ્લખનિય છે કે આ ઓકશનમાં ૭-નંબર માટે સૌથી વધુ રૂ।.૨૧ લાખની ઓફર થઈ હતી. તેમજ ૯-નંબર માટે ૧.૯૧ અને એકડા માટે રૂ।.૧૧ લાખની બોલી લગાવાઈ છે તેમજ ૫-નંબર માટે રૂ।૧ હજાર ૧૧૧૧ માટે રૂ।૬૦૦૦, ૯૯૯ માટે ૫૬ હજાર ૯૯ માટે રૂ।૫ હજાર તથા ૧૩ માટે રૂ।૯ હજાર અને રૂ।ંબર માટે રૂ।૬,૫૦૦ની ઓફર થઈ હતી.

