New Delhi, તા. 3
ભારતનાં ટોચનાં ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઘૂંટણની ઇજામાંથી પૂરી રીતે સાજા ન થઈ શકવાને કારણે શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમની જગ્યાએ આકિબ નબીને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી શકે છે.
બુમરાહના ઘૂંટણનો સૂજો શરૂઆતમાં જેટલો સામાન્ય લાગતો હતો તેના કરતાં વધુ ગંભીર જણાઈ રહ્યો છે. ઝડપી બોલર નબી રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવનાર જમ્મુ-કાશ્મીરના ત્રીજા ખેલાડી બનશે. આ પહેલા પરવેઝ રસૂલ અને ઉમરાન મલિકને સીમિત ઓવરોની ટીમમાં સ્થાન મળી ચૂક્યું છે.
બીસીસીઆઈના સૂત્રએ જણાવ્યું હતું કે, `બુમરાહ ફિટ નથી અને તેમની જગ્યાએ નબીના નામને મંજૂરી આપી દેવામાં આવી છે.’ આકિબે છેલ્લી બે રણજી ટ્રોફી સીઝનમાં 100થી વધુ વિકેટો ઝડપી છે.
તેઓ જમ્મુ-કાશ્મીરના લાલ બોલના ક્રિકેટમાં સફળતાના સૂત્રધાર રહ્યાં છે. તેઓ નીચલા ક્રમમાં ઉપયોગી બેટિંગ કરવા માટે પણ સક્ષમ છે. શ્રીલંકા સામેની શ્રેણી 15 ઓગસ્ટથી ગોલમાં શરૂ થશે. સૂત્રએ ઉમેર્યું કે, સેન્ટર ઓફ એક્સીલન્સ (COE)નું સંચાલન કરતા ધનંજય અને તુલસીએ નિર્ણય લીધો કે તેમને જોખમમાં મૂકી શકાય નહીં.
જોકે શરૂઆતમાં મેનેજમેન્ટ અને પસંદગી સમિતિને વિશ્વાસ અપાવવામાં આવ્યો હતો કે બુમરાહ ઓછામાં ઓછી બે ટેસ્ટમાંથી એક માટે ઉપલબ્ધ રહી શકે છે.
સાઈ સુદર્શન COEમાં દરરોજ લગભગ 75 મિનિટ નેટ્સમાં બેટિંગ કરી રહ્યાં છે.
તેઓ શ્રીલંકા ખાતે ભારત ‘એ’ની શ્રેણી દરમિયાન પગમાં લાગેલી ઈજામાંથી સાજા થઈ રહ્યા છે. નીતિશ કુમાર રેડ્ડી (પગના સ્નાયુ ખેંચાવા), હર્ષિત રાણા (પગના સ્નાયુ ખેંચાવા) અને વોશિંગ્ટન સુંદર (પગના સ્નાયુ ખેંચાવા) પહેલાથી જ ઈજાગ્રસ્ત છે.
જસપ્રીતને હજુ પણ કેટલીક તકલીફ અનુભવાઈ રહી
બુમરાહ ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ત્રીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયા બાદ રમી શક્યા નહોતા. તેઓ તાજેતરમાં બેંગલુ સ્થિત ‘સેન્ટર ઓફ એક્સીલન્સ’ પહોંચ્યા હતા. આશા હતી કે બે સપ્તાહ પછી શરૂ થનારી શ્રેણી સુધીમાં તેઓ મેચ માટે ફિટ થઈ જશે.
જોકે, જાણવા મળ્યું છે કે જસપ્રીત બુમરાહને હજુ પણ કેટલીક તકલીફ અનુભવાઈ રહી છે. જો તેઓ 15 ઓગસ્ટ અથવા 23 ઓગસ્ટથી શરૂ થનારી બીજી ટેસ્ટ પહેલા ફિટ થઈ પણ જાય તો પણ મેડિકલ ટીમ એ વાતને લઈને નિશ્ચિત નથી કે ધીમી પિચો પર બોલિંગના વધારાના બોજને જોતાં ટેસ્ટ ક્રિકેટ તેમના માટે યોગ્ય ફોર્મેટ રહેશે.

