Mumbai,તા.04
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને બ્લોકબસ્ટર ડિરેક્ટર એટલીની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘રાકા’ને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રેડ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, આ ફિલ્મ કદાચ બે ભાગમાં રિલીઝ થઈ શકે છે. પ્રોજેક્ટની નજીકના એક સૂત્રએ બોલીવૂડ હંગામાને જણાવ્યું કે, ફિલ્મની વાર્તા ઘણી વિસ્તૃત હોવાને કારણે મેકર્સ આ વિકલ્પ પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે. સૂત્રના જણાવ્યા અનુસાર, ‘રાકા’નું પ્રોડક્શન છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યું છે અને અત્યાર સુધી જે ફૂટેજ શૂટ કરવામાં આવ્યું છે તે સામાન્ય ત્રણ કલાકની સમયમર્યાદા કરતાં ઘણું વધારે મોટું થઈ ગયું છે.જોકે, ફિલ્મને બે ભાગમાં વહેંચવાનો આ વિચાર હજુ સુધી ફાઇનલ કરવામાં આવ્યો નથી.’રાકા’ને એડવાન્સ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ અને રસપ્રદ વાર્તા દ્વારા ભારતીય સિનેમાને એક નવો વળાંક આપનારી ફિલ્મ તરીકે જોવામાં આવી રહી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનની સાથે દીપિકા પાદુકોણ, મૃણાલ ઠાકુર, રશ્મિકા મંદાના અને જાહ્નવી કપૂર જેવા સ્ટાર્સની મજબૂત ટીમ જોવા મળશે. આ ફિલ્મને વર્ષ 2027ની સૌથી મોટી થિયેટ્રીકલ ઈવેન્ટ માનવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘રાકા’નું કામ પૂરું કર્યા બાદ અલ્લુ અર્જુન ડિરેક્ટર લોકેશ કનગરાજની આગામી ફિલ્મ ‘AA23’નું શૂટિંગ શરૂ કરશે.

