Washington,તા.05
અમેરિકાની વિસા-ગ્રીનકાર્ડ પદ્ધતિને વધુમાં વધુ મુશ્કેલ બનાવી રહેલા ટ્રમ્પ શાસને ગત મહિને અમેરિકી અદાલતે હાઈ સ્કીલ વર્કર- ઉચ્ચ કુશળ કામદારોમાં નવા એચ-વન-બી વિસા માટે 1 લાખ ડોલરની ફી લાદતા કાનૂન રદ કર્યા અને ફેડરલ કોર્ટે પણ તે ચુકાદા સામે સ્ટે આપવા ઈન્કાર કર્યા પછી હવે ટ્રમ્પ શાસને એચ-વન-બી તથા એલ-વન ના હાલના વિસા ધારકોને પણ જો તેમના વિસાની મુદત લંબાવવી હોય તો તેના માટે ઉંચી એકસટેન્ડેન્ટ મુદત વધારા ફી વસુલવા નિર્ણય લીધો છે.
આગામી સમયમાં હવે જેઓની વિસા મુદત પુરી થઈ રહી છે તેઓને માટે આ નવો નિયમ લાગુ થઈ જશે. આ માટે 9-11 રિસ્પોન્સ ફી તથા બાયોમેટ્રીક એન્ટ્રી- એકઝીટ ફી જે એચવનબી તથા એલવન વિસા જે નવા નહી પણ હાલના વિસા ધારકોને પણ લાગુ થશે.
ખાસ કરીને 50 કે વધારે કર્મચારીઓ ધરાવતા હોય તેના પડવાથી વધુ કર્મચારીઓ એચ-વનબી કે એલ-વન વિસા પર હોય તેઓને માટે આ નવા નિયમ લાગુ છે. હાલ એચ-વનબી નવા વિસા ધારકોને 400 ડોલર અને નવા એલ-વન વિસા ધારકોને 4500 ડોલર ચુકવવા પડે છે તે ફી હવે આ પ્રકારના વિસાની મુદત વધારવા માટે પણ વસુલ કરાશે. એચ-વનબી પર જે વિસાધારકો છે. તેમાં 77.6% એટલે કે 226359 ભારતીય છે.

