Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર
    • Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase
    • Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી
    • Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ
    • WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે
    • ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ
    • એર ઇન્ડિયાના પાયલટ સુમિત સભરવાલના મુંબઇમાં અંતિમ સંસ્કાર કરાયા
    • Haryana model શીતલ હત્યા કેસમાં,પરિણીત બોયફ્રેન્ડ જ નીકળ્યો હત્યારો
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 17
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Dwarka માં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર, નદીઓમાં પૂર તો ડેમ ઓવરફ્લો
    સૌરાષ્ટ્ર

    Dwarka માં ફરી 7 ઈંચ વરસાદ, સૌરાષ્ટ્રના 25 તાલુકા જળબંબાકાર, નદીઓમાં પૂર તો ડેમ ઓવરફ્લો

    Vikram RavalBy Vikram RavalAugust 30, 2024No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Dwarka,તા.30 

    સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનાં પર્વે શરૂ થયેલી મેઘમહેર પાંચ દિવસ અનરાધાર વરસતા જળ પ્રલયની સ્થિતિ નિર્માણ પામી હતી. જો કે આજે સવારથી એકંદરે મેઘ વિરામ રહેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે, પણ હજુ હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન બુધવાર રાત્રિથી ગુરુવારની સાંજ સુધીમાં સૌરાષ્ટ્રનાં 25 જેટલા તાલુકામાં અડધાથી સાત ઇંચ વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ દ્વારકામાં સાત ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં મોટાભાગનાં ડેમ ઓવરફ્લો ચાલુ રહ્યા હતા. નદીઓમાં પૂર યથાવત રહ્યા હતા. જો કે પાણી ઓસરવા લાગતા આજથી જનજીવન થાળે પડવું શરૂ થયું હતું.

    સૌરાષ્ટ્રમાં ગત શનિવારે રાંધણ છઠ્ઠનાં દિવસથી મેઘસવારી આવી પહોંચી હતી, જેણે સાતમનાં પર્વે અડધા સૌરાષ્ટ્ર અને જન્માષ્ટમીએ આખા સૌરાષ્ટ્રને આવરી લઇને અનરાધાર 5થી 20 ઇંચ સુધીનો વરસાદ વરસાવી દેતાં જળ પ્રલયનો ભય સર્જાયો હતો. રાજકોટમાં 3 દિવસમાં 18 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતાં જળબંબાકાર થઇ ગયો હતો. આર્મીની મદદ લેવી પડી હતી. જો કે, ગઇકાલે બપોર બાદ વરસાદ ધીમો પડી જતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બાદમાં આજે પાંચમાં દિવસ સૂર્યનારાયણનાં દર્શન થયા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસના સમયગાળા દરમિયાન 36 ઈંચ સુધીનો વરસાદ વરસી ગયા બાદ આજે દ્વારકામાં વધુ સાત ઈંચ સાથે જિલ્લામાં સાર્વત્રિક નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદનું જોર હળવું થતા લોકોએ રાહતનો દમ લીધો હતો.

    દ્વારકા તાલુકામાં બુધવારે રાત્રે તેમજ ગુરુવારના દિવસ દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો.  જ્યારે ગુરુવાર સાંજ સુધીમાં દ્વારકા તાલુકામાં વધુ 175 મી.મી. (7 ઈંચ) જેટલો વરસાદ નોંધાયો હતો. આ સાથે ભાણવડ તાલુકામાં પણ ગતરાત્રિના 4 ઈંચથી વધુ વરસાદ પછી ગત દિવસ દરમિયાન હળવા ઝાપટા સાથે કુલ 118 મી.મી. (5 ઈંચ) વરસાદ નોંધાયો છે. કલ્યાણપુર તાલુકામાં પણ 99 મી.મી. (4 ઈંચ) વરસાદ જ્યારે ખંભાળિયામાં હળવા તેમજ ભારે ઝાપટા રૂપે 67 મી.મી. (અઢી ઈંચ) પાણી પડી ગયાનું નોંધાયું છે. આ સાથે મોસમનો કુલ વરસાદ દ્વારકામાં 2137 મી.મી. (85 ઈંચ) સાથે 356 ટકા, ખંભાળિયામાં 2159 મી.મી. (87 ઈંચ) સાથે 243 ટકા, કલ્યાણપુર તાલુકામાં 1949 મી.મી. (78 ઈંચ) સાથે 218 ટકા તેમજ ભાણવડમાં 1424 મી.મી. (57 ઈંચ) કુલ સરેરાશ વરસાદ 190 ટકા વરસી ગયો છે. આમ, જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ 245 ટકા વરસી જતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

    રાજકોટ જિલ્લાનાં ધોરાજી અને જેતપુરમાં ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યે ધોધમાર બે ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે લોધીકા અને ભેંસાણમાં બે ઇંચ વરસાદ પડયો હતો. જામનગર જિલ્લામાં બપોર સુધી ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેમાં જામનગરમાં વધુ એક ઇંચ તથા જામજોધપુરમાં આજે એક ઇંચ અને ગત રાત્રે બે ઇંચ મળીને ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. ઘોઘા, કોટડા સાંગાણીમાં એક ઇંચ તેમજ ગોંડલ, ધ્રોલ, ખાભા, તળાજા, વિસાવદર, જસાણી, ટંકારા, જામકંડોરણા અને રાજુલામાં અડધો ઇંચ વરસાદ સિવાય એકંદરે મેઘવિરામ રહ્યો હતો.

    જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાની કૃપા આજે વરસતી રહી હતી.  બુધવાર રાત્રિથી ગુરુવાર સાંજ સુધીમાં ભેંસાણ અને વંથલી અને માણાવદર પંથકમાં અઢી ઇંચ જૂનાગઢ, વિસાવદર અને માળિયા હાટીના પંથકમાં દોઢ, મેંદરડામાં એક અને કેશોદમાં અડધો ઇંચ તથા માંગરોળમાં વરસાદી ઝાટપા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

    રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો ભારે વરસાદને લીધે ચોથા દિવસે 738  ગામોમાં અંધારપટની સ્થિતિ રહી હતી. ખેતીવાડીમાં 1514 સહિત કુલ 1851 ફિડર ફોલ્ટમાં ગયા હતા. જીઆઇડીસી અને ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારના 64  ફિડર બંધ રહેતા ઔદ્યોગિક વિસ્તારોમાં આ દિવસ દરમ્યાન જામનગરનાં 452, રાજકોટ ગ્રામ્યના 350, મોરબીના 265, સુરેન્દ્રનગરના 289, જૂનાગઢના 155 સહિત કુલ 1963 વીજ પોલ ડેમેજ થતાં સંખ્યાબંધ લોકોએ વીજળી વિના પારાવાર હાલાકી ભોગવવી પડી હતી.

    Another-7-inches-of-rain-in-Dwarka-district Dwarka Rajkot Saurastra-Rain-Fall
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    મેઘરાજાનું બેટીંગ: Chotila માં છ ઈંચ વરસાદ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Bhavnagar-Botad-Amreli માં તૂટી પડતા મેઘરાજા : 60નુ રેસ્કયુ

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: આખી રાત સતત ધીમીધારે વરસાદ : 2 ઇંચ પાણી વરસ્યુ

    June 17, 2025
    સૌરાષ્ટ્ર

    Dhoraji: મોટી મારડ ગામે પિતા-પુત્ર પર શેઢા પાડોશીનો હુમલો

    June 17, 2025
    રાજકોટ

    Rajkot: શાપર અને મેટોડાથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ

    June 17, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025

    Akshay Kumar અને પ્રભાસની કનપ્પા ફિલ્મનું ટ્રેલર રિલીઝ

    June 17, 2025

    WhatsApp સ્ટેટસમાં જાહેરાત પણ દેખાશે

    June 17, 2025

    ભોજન માટે કતારમાં ઊભા હતા અને ગોળીબાર થયો,Hamasનો ઈઝરાયલ પર આરોપ

    June 17, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    કાલે Bhavnagar જિલ્લાની તમામ શાળાઓ રહેશે બંધ, અતિભારે વરસાદના કારણે રજા જાહેર

    June 17, 2025

    Andamanમાં 2 લાખ કરોડ લીટર કાચા તેલનો ભંડાર,India’s GDP will increase

    June 17, 2025

    Ahmedabad પ્લેન ક્રેશ બાદ આઘાતમાં સરી પડી આ અભિનેત્રી, લેવી પડી થેરેપી

    June 17, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.