મૈરિંગો સિમ્સની આધુનિક મોનિટરિંગ સિસ્ટમે ૧૧૫થી વધુ હાઈ-રિસ્ક કાર્ડિયાક દર્દીઓનાં જીવ બચાવ્યા
Ahmedabad, ૮
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સ ગુજરાતની પ્રથમ એવી હોસ્પિટલ છે, જ્યાં હાઇ-રિસ્ક ધરાવતા દર્દીઓ માટે 24X7 AI સંચાલિત રિમોટ પેશન્ટ મોનિટરિંગ ઇકોસિસ્ટમ શરૂ કરી છે. આ વ્યવસ્થા દ્વારા દર્દીઓનું સતત નિરીક્ષણ માત્ર હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ નહીં, પરંતુ ડિસ્ચાર્જ પછી ઘરે તેમજ મુસાફરી દરમિયાન પણ શક્ય બનશે. આ ટેકનેલોજી મેડિકલ ઇમરજન્સીમાં દર્દીનો જીવ જોખમમાં મુકાય તે પહેલાં જ ટ્રેક કરી લે છે, જેના કારણે ડોકટરને ઈમરજન્સીની જાણ થઈ જાય છે અને દર્દીને યોગ્ય મેડિકલ ટ્રિટમેન્ટ મળી રહે છે.
મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સનું ઇન્ટેલિજન્ટ મોનિટરિંગ સિસ્ટમ AI એનેબલ્ડ બાયોસેન્સર ટેકનેલોજીનો ઉપયોગ કરીને હૃદયના ધબકારા, બ્લડ પ્રેશર, શ્વાસોચ્છ્વાસનો દર, લોહીમાં ઓક્સિજનનું સ્તર તેમજ દર્દીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ કરે છે. જો સિસ્ટમમાં દર્દીનાં જીવને જોખમ હોય એવી સ્થિતિ અંગે જાણ થાય છે તો તે તરત જ દર્દીના સ્માર્ટફોન, સારવાર આપતા AI ડૉક્ટર તેમજ મૈરિંગો સિમ્સ હોસ્પિટલ્સના ડેડિકેટેડ 24X7 સેન્ટ્રલ મોનિટરિંગ કમાન્ડ સેન્ટરને એકસાથે એલર્ટ મોકલે છે, જેથી તાત્કાલિક તબીબી સહાય શક્ય બને છે.
AI પ્લેટફોર્મ દર્દીની સમગ્ર આરોગ્ય સંભાળની સફર દરમિયાન કનેક્ટેડ કેર ઇકોસિસ્ટમ ઊભું કરે છે, જે એમ્બ્યુલન્સ અને ઇમરજન્સી કેરથી લઈને ICU, વોર્ડ અને ઘરે સાજા થવાના સમયગાળા સુધી દર્દી સાથે સતત જોડાયેલા રહે છે. દર્દીના આરોગ્ય સંબંધિત ડેટાનું સતત મોનિટરિંગ કરીને અને શરીરમાં થતા સૂક્ષ્મ શારીરિક ફેરફારોને ઓળખીને, આ સિસ્ટમ ડૉક્ટરોને સમયસર જાણ કરે છે (Early Warning Scores), દર્દીને સંભવિત કઈ ક્રિટિકલ કંડિશન છે તેની ઓળખ કરે છે (Explainable Risk Insights) તેમજ રિયલ-ટાઇમ ક્લિનિકલ સારાંશ (Clinical Summaries) પ્રદાન કરે છે, જેના કારણે વધુ ઝડપી અને માહિતીસભર સારવાર સંબંધિત નિર્ણયો લેવામાં મદદ મળે છે.

