હાલમાં બે દર્દીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ, કુલ મૃત્યુ આંક ૯ થયો
(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૧
જામનગર જિલ્લામાં ચાંદીપુરા રોગ ના લક્ષણો ધરાવતા બાળ દર્દીઓ ની સંખ્યા ધીમાં પગલે સતત વધી રહી છે. ખાતે ગત શનિવારે વધુ બે દર્દીઓ ને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં
તો ગઈકાલે અને આજે મળી કુલ ત્રણ બાળ દર્દીઓ ના સારવાર માં મૃત્યુ નીપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.આથી દાખલ દર્દી ની કુલ સંખ્યા પાંચ માંથી બે ની થવા પામી છે.
ધ્રોલ પંથક ચાંદીપુરા ના શંકાસ્પદ લક્ષણો ધરાવતા એક બાળક નું રાજકોટ ની સરકારી હોસ્પિટલ માં સારવાર દરમિયાન ચારેક દિવસ પહેલા મૃત્યુ નીપજ્યું હતું. જોકે, બાળક ના ચાંદીપુરા વાયરસના સેમ્પલ નો રિપોર્ટ હજુ બાકી હતો પરંતુ હવે તેનો રિપોર્ટ પોઝિટિવ મળતા આરોગ્ય તંત્ર ની દોડધામ વધી જવા પામી છે. બીજી તરફ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા ચાંદીપુરાના શંકાસ્પદ તમામ કેસોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગર ની જી.જી. હોસ્પિટલમાં હાલ માં ત્રણ બાળદર્દી ઓ સારવાર હેઠળ હતા. દરમિયાન વધુ બે બાળકોને શંકાસ્પદ ચાંદીપુરા ના લક્ષણો જણાતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાં એક પસાયા તથા એક ધ્રોલ પંથક ના દર્દી નો સમાવેશ થાય છે. આમ હોસ્પિટલ માં દાખલ દર્દ દર્દીઓ ની સંખ્યા પાંચ ની થવા પામી હતી.પરંતુ આજે સવારે અને ગઈકાલે મળી ને કુલ ત્રણ બાળકો ના સારવાર માં મૃત્યુ નીપજ્યા છે. પરિણામે હાહાકાર મચી જવા પામ્યો છે. જેમાં કાલાવડ પંથક ના બે અને ધ્રોલ પંથક ના એક દર્દી નો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે સંબંધિત વિસ્તારોમાં સતત સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને જરૂરી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ચાંદીપુરા વાયરસ અંગે લોકોમાં ગભરાટ નહીં પરંતુ સાવચેતી રાખવા અને બાળકોમાં તાવ, ઝાડા, ઊલટી, બેભાન થવા જેવા ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર લેવા અપીલ કરવામાં આવી છે.
જામનગર ની જી.જી. હોસ્પિટલમાં પાંચ શંકાસ્પદ બાળ દર્દી ઓ ના મૃત્યુ થયા બાદ જામનગર જિલ્લા ના છઠ્ઠા બાળ દર્દીનું સારવાર દરમિયાન રાજકોટ માં મૃત્યુ નીપજ્યું હતું. જે બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. તેનો રિપોર્ટ પોઝિટિવ મળ્યો હતો. જ્યારે છેલ્લા ૨૪ કલાક માં વધુ ત્રણ બાળકો ના મૃત્યુ થતાં હાહાકાર મચી જવા પામ્યો છે.આમ જામનગર જિલ્લાના કુલ નવ બાળ દર્દીઓના અત્યાર સુધીમાં મૃત્યુ નીપજયા છે તેમાંથી માત્ર એક નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જ્યારે એક દર્દીનો રિપોર્ટ હજી મળવાનો બાકી છે.

