(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨
મોરબીના રાજપર ગામના વતની મયુરભાઈ બીજલભાઈ કતારીયા પોતાનું વાણીજ્ય વાહન લઈને કૈલાસ પેપરમિલ માળિયા અમદાવાદ હાઈવે પર જતા હતા અને હળવદ હાઈવે પર એકાએક કારમાં આગ લાગી હતી અને કાર સળગી જતા સંપૂર્ણ નાશ પામી હતી મયુરભાઈ પાસે એચડીએફસી એરગો જનરલ ઇન્સ્યોરન્સ ગૂડ્સ કેરીંગ ક્રોપહેન્સી વીમા પોલીસી હતી વીમા કંપનીએ રેપ્યુડ લેટરથી ફરિયાદીને વીમો આપવાની ના પાડી દીધી
ફરિયાદીની પોલીસી બાર લાખની હતી અને અન્યાય થતા મયુરભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફત ગ્રાહક અદાલતમાં કેસ કર્યો હતો વીમા કંપનીએ અદાલતમાં કહ્યું કે ગાડીમાં એક્સ્ટ્રા એલ.ઈ.ડી. લાઈટ એસેસરીઝ ફીટ કરવાથી આગ લાગી છે અને વાહનની યોગ્ય માવજતના અભાવે આગ લાગી છે અદાલતે જણાવ્યું કે વીમા પોલીસી એડઓન કવર પેટે ફરિયાદી પાસેથી પ્રીમીયમ લીધું છે અને ગ્રાહક નિયમિત પ્રીમીયમ ભર્યું છે વીમા કંપનીની સેવામાં ખામી છે રેપ્યુટ લેટરથી વીમા ના મંજુર થાય નહિ માટે વીમા કંપનીએ મયુરભાઈને પૂરો વીમો રૂ ૧૨ લાખ ચુકવવા આદેશ કર્યો છે

