(રવિ નિમાવત દ્વારા) Morbi તા.૧૨
મોરબી અને વાંકાનેર પોલીસ ટીમોએ ચાર સ્થળોએ રેડ કરી વરલી અને તીનપત્તી જુગાર રમતા ૧૬ ઇસમોને ઝડપી લીધા હતા રેડ દરમીયાન છ આરોપીઓ નાસી જતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
પ્રથમ રેડ મોરબી એ ડીવીઝન પોલીસે લાતી પ્લોટ શેરી નં ૩-૪ વચ્ચે કરી હતી જાહેરમાં વરલી ફીચર જુગાર રમતા અનવર ઇલ્યાસ કટિયાને ઝડપી લઈને ૫ મોબાઈલ કીમત રૂ ૨૧,૦૦૦ અને રોકડ રૂ ૫૦૦ સહીત કુલ રૂ ૨૧,૫૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી કાના મનીષ જોષી અને તારમામદ ઈસ્માઈલ જુનાણીને ઝડપી લેવા તપાસ ચલાવી છે બીજી રેડ એ ડીવીઝન પોલીસે નાની બજારમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા એજાજ મહેબુબ ચાનિયા, સોહિલ સલીમ બ્લોચ, આદીલ યુનુસ બ્લોચ, ગુલામહુશેન ફિરોઝ બ્લોચ, અકરમ મહેબુબ શાહમદાર, ઝુબેર ઉર્ફે બબુડો મહેબુબ માયક, ઇમરાન યુસુફ તલાટ, હુશેન રફીક વડાવરીયા, અલ્તાફ કાસમ કુરેશીને ઝડપી લઈને રોકડ રૂ ૪૭,૧૦૦ જપ્ત કરી છે આરોપી મુસ્તાક દાઉદ દાવલીયાને ઝડપી લેવા તપાસ ચલાવી છે
ત્રીજી રેડ વાંકાનેર સીટી પોલીસે શક્તિપરા સ્કૂલ પાછળ કરી હતી શેરીમાં જુગાર રમતા રાયસિંગ દિનેશ બાબરિયા અને આમીન મહેબુબ જેડા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૮૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપી રસીદ ઉર્ફે રઘુ બાબુભાઈ ચાવડા, સાહિલ હુશેન પીપરવાડિયા અને જાનમામદ ઉર્ફે જાનીયો આદમ સિંધી એમ ત્રણ નાસી જતા વધુ તપાસ ચલાવી છે ચોથી રેડ વાંકાનેર તાલુકા પોલીસે વિનયગઢ ગામની સીમમાં કરી હતી જાહેરમાં જુગાર રમતા જીતેશ જીવરાજભાઈ ધાડવી, ભૂપત માવજી મકવાણા, રમેશ માવજી ચૌહાણ અને મહેશ ધમા સારલા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૨૫,૧૦૦ જપ્ત કરી છે

