Mumbai,તા.13
શિલ્પા શિરોડકર ૨૬ વર્ષ પછી બોલિવુડમાં પુનરાગમન કરશે. ‘માલામાલ વીકલી ટુ’માં તેની પસંદગી થઈ છે. તે ફિલ્મમાં રવિના ટંડન તથા પરિણીતિ ચોપરા સાથે સ્ક્રીન શેર કરશે.
શિલ્પાની છેલ્લી ફિલ્મ ‘ગજગામિની ૨૦૦૦’ની સાલમાં આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અમિત જોશી કરવાના છે. જેમની ૨૦૨૪માં આવેલી ફિલ્મ તેરી બાતોમાં ઐસા ઉલઝા જિયાને દર્શકોનો મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.
‘માલામાલ વીકલી ટુ’માં પણ ગામડિયાઓ મોટી રકમ મેળવવાની લાલચમાં કેટલી હદે જઇ શકે છે તેની જ કથા છે. જો કે આ ફિલ્મ પ્રથમ ફિલ્મની સિક્વલ નથી.

