મહોબિયા ફિલ્મ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ દિવસ પહેલા મેકર્સે ફિલ્મના તમામ પાત્રોને રજૂ કર્યા હતા
Mumbai, તા.૨૮
સોશિયલ મીડીયા સ્ટાર અને એક્ટ્રેસ અંજલિ અરોરાની ફિલ્મ ‘મહાકાવ્ય શ્રી Ramayana કથા’ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. જો કે શરૂઆતથી જ ફિલ્મના વખાણ ઓછા અને ટ્રોલિંગનો સામનો વધારે કરવો પડ્યો છે. એક તો બોક્સ ઓફિસ પર ફિલ્મની ઘણી જ ખરાબ શરૂઆત થઇ છે.તો બીજી તરફ હવે ફિલ્મના એક પોસ્ટરમાં ભયંકર ભૂલને કારણે મેકર્સનું ઓનલાઇન ટ્રોલિંગ પણ શરુ થઇ ગયું છે. એક સીનમાં તો વાનર સેનાનો એક શખ્સ ચશ્મા લગાવેલો નજરે પડે છે.
તે સીનની તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે અને લોકો જુદા જુદા પ્રકારના મીમ બનાવી રહ્યા છે. ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા‘ નું જ્યારે ટ્રેલર આવ્યું હતુ ત્યારે તેને વિઝ્યુઅલ ઇફેક્ટ્સના કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. તો કેટલાક લોકોએ માતા સીતાના રોલમાં અંજલિ અરોરાના કાસ્ટિંગ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. પણ કાસ્ટ રિવીલિંગવાળા એક પોસ્ટરમાં સુગ્રીવની પાછળ વાનર સેનામાં રહેલો એક એક્ટર ચશ્મા પહેરેલો જોવા મળ્યો છે, ત્યાર બાદ આ ફિલ્મના મેકર્સની મજાક ઉડાવાઇ રહી છે. સોશિયલ મીડિયા પર ‘મહાકાવ્ય શ્રી રામાયણ કથા’નું આ પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. પરંતુ જેવી લોકોની નજર ચશ્મા પર પડી, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને આટલી મોટી ભૂલ બદલ મેકર્સનું ટ્રોલિંગ શરૂ કરી દીધું.
એક યુઝરે તસવીર શેર કરતા લખ્યું, “ત્રેતા યુગમાં પણ ચશ્મા પહેરતા હતા.” એક વ્યક્તિએ મજાક ઉડાવતા લખ્યું, “કેમ નહીં ભાઈ, ત્રેતા યુગમાં લોકોની આંખો નહોતી શું?” એક જણે લખ્યું, “આમાંથી કોઈ પણ વાનર જેવું નથી લાગતું.”એક યુઝરે લખ્યું, “આ કેવી વાનર સેના છે? ઇવોલ્યુશન (ઉત્ક્રાંતિ) કંઈક વધુ જ જલ્દી થઈ ગઇ.” એકે લખ્યું, “અરે ભાઈ, મેટાનું રેકોર્ડિંગ વાળું હશે.” એકે તો ફિલ્મ પર જ સવાલ ઉઠાવ્યો અને કહ્યું, “હું વિચારી રહ્યો છું કે તેઓએ આ ફિલ્મ જ કેમ બનાવી?” સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર હવે મેકર્સના સત્તાવાર ઇન્સ્ટા પેજ પર નથી. મહોબિયા ફિલ્મ પ્રોડક્શનના ઇન્સ્ટાગ્રામ પેજ પર ત્રણ દિવસ પહેલા મેકર્સે ફિલ્મના તમામ પાત્રોને રજૂ કર્યા હતા.આમાં દશરથ, વિશ્વામિત્ર, કૈકેયી, મંથરા, પરશુરામ, વિભીષણ, શૂર્પણખા જેવા રામાયણના મહત્વપૂર્ણ પાત્રો સામેલ છે. જોકે આ યાદીમાં સુગ્રીવવાળું તે વિવાદિત પોસ્ટર નથી.

