Junagadh,, તા.૩૧
જૂનાગઢ જાહેર રોડ પર સોસીયલ મીડિયામાં રિલ્સ બનાવાના ચકરમાં ભાન ખોઈ બેઠેલા યુવાનોએ જાહેર રોડ પર રેસ લગાવી વાહનોને પૂરપાટ ઝડપે દોડાવી માનવ જિંદગીને જોખમમાં મૂકી હતી પરંતુ પોલીસની તીસરી આંખ સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ જતા મોતીબાગ પોલીસે ચાર રેસરની ધરપકડ કરી તપાસ કરતા ચારે નબીરા નશો કરેલી હાલતમાં મળી આવ્યા હતા ચારે આરોપીના વાહન કબ્જે લઇ મોતીબાગ પોલીસે તમામ આરોપીને કાયદાનું ભાન કરાવ્યું હતું.