Mumbai,તા.14
જાહ્નવી કપૂરે તેના વિશેની વાંધાજનક સામગ્રી ઇન્ટરનેટ પર ફરતી થયા બાદ પોતાના પર્સનાલિટી રાઇટ્સનું રક્ષણ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરી હતી.
જાહ્નવીના વકીલે તેના વ્યક્તિત્વના પાસાંઓ પરથી બિભત્સ સામગ્રી બનાવી નેટ પર વેપારી હેતુસર મુકવાની પ્રવૃત્તિ સામે વાંધો લઇ થર્ડ પાર્ટી દ્વારા થતી આવી હરકતો પર પ્રતિબંધ મુકવાની માંગણી કરી હતી. વકીલે આવી વાંધાજનક સામગ્રી વિશેની ૪૦૦૦ લિન્ક અદાલતને સુપરત કરી હતી. જસ્ટિસ અનુપ જયરામ ભંભાણીએ નિર્દેશ આપ્યો હતો કે અદાલત વાંધાજનક સામગ્રી હટાવવા માટે એકપક્ષી આદેશ આપવા તૈયાર છે પણ આ ફિલ્મ પર્સનાલિટીને રીતનું રક્ષણ આપવામાં આવશે તો તેમની કોઇ પ્રકારની ટીકા નહીં થઇ શકે અને તેને કારણે વાણીસ્વાતંત્ર્ય પણ જોખમાશે.
જસ્ટિસ ભંભાણીએ સેલિબ્રિટીના પર્સનાલિટી રાઇટ્સની સાથે તેમની કાયદેસરની ટીકા કરવાના અને તેમના વિશે કટાક્ષ કરવાના અધિકારનું પણ રક્ષણ કરવા પર પણ ભાર મૂક્યો હતો.

