સોશિયલ મીડિયા પર અચાનક Jackie Chanના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્સ વાઈરલ થવા લાગી હતી
Mumbai, તા.૩૦
દિગ્ગજ એક્ટર, માર્શલ આર્ટિસ્ટ અને ફિલ્મમેકર Jackie Chanના મોતના ખોટા સમાચારે તેમના ફેન્સને મોટો ઝટકો આપ્યો છે. સોશિયલ મીડિયા પર છેલ્લા ૨૪ કલાકમાં કેટલીક એવી પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ૭૨ વર્ષના જેકી ચેનનું નિધન થઈ ગયું છે. જોકે, આ દાવા તદ્દન છે. જોકે, હદ તો ત્યારે થઈ જ્યારે કેટલાક યુઝર્સે એક્ટરના બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો સાથે ‘૧૯૫૪-૨૦૨૬’ પણ લખીને તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ દુનિયાભરમાં તેમના ફેન્સની ચિંતા વધી ગઈ.જેકી ચેન દુનિયાભરમાં પોતાની ફિલ્મો અને જબરદસ્ત એક્શન માટે જાણીતા છે.
તેમની ગ્લોબલ પોપ્યુલરિટીના કારણે તેમના મોતના ખોટા સમાચારે જોતજોતામાં સોશિયલ મીડિયા પર જોર પકડી લીધું. ખાસ કરીને અમેરિકામાં આવી પોસ્ટ્સ ઝડપથી શેર કરવામાં આવી. આ પોસ્ટ્સને થોડા જ કલાકોમાં લાખો વ્યુઝ મળ્યા. જ્યારે જેકી ચેન આ જ વર્ષે જુલાઈ ૨૦૨૬માં સિંગાપુરના Pei Chun Public’માં એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા અને કુશળ-મંગળ છે.સોશિયલ મીડિયા પર અચાનક જેકી ચેનના નિધનના સમાચાર વાળી કેટલીક પોસ્ટ્સ વાઈરલ થવા લાગી. ખાસ કરીને અમેરિકામાં આ પોસ્ટ્સે ઝડપથી લોકોનું ધ્યાન ખેંચ્યું. વાઈરલ તસવીરમાં જેકી ચેનનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો બતાવવામાં આવ્યો, જેના પર ‘૧૯૫૪-૨૦૨૬’ પણ લખેલું હતું.
પોસ્ટ્સ ઝડપથી વાઈરલ થવાના કારણે લોકોને લાગ્યું કે એક્ટરનું ખરેખર નિધન થઈ ગયું છે. અબ્દુલ નામના યુઝરે શેર કરેલી એક પોસ્ટને માત્ર પાંચ કલાકમાં ૩.૮ મિલિયનથી વધુ વખત જોવામાં આવી. જોકે, રિપોટ્ર્સ અને ફેક્ટ-ચેકનું માનીએ તો જેકી ચેનના નિધનના સમાચાર માત્ર અફવા છે અને જેકી ચેન પોતાના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.જેકી ચેનની છેલ્લી રિપોર્ટેડ પબ્લિક એપીયરેન્સ ૭ જુલાઈ ૨૦૨૬ના રોજ સિંગાપુરમાં થઈ હતી. તેઓ ‘Lim Family Foundation’ તરફથી આયોજિત એક સરપ્રાઈઝ વિઝિટ માટે Pei Chun Public School’ પહોંચ્યા હતા. આ દરમિયાન સ્કૂલમાં તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું અને ૯૦૦થી વધુ સ્ટુડન્ટ્સે તેમની મુલાકાત લીધી હતી. જેકી ચેને આ દરમિયાન સ્ટુડન્ટ્સ સાથે વાતો કરી, તેમનું પરફોર્મન્સ જોયું અને પોતે પણ સ્ટેજ પર પહોંચ્યા. તેમણે પોતાના બાળપણ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વિતાવેલી લાંબી સફર વિશે પણ વાત કરી. રિપોર્ટ પ્રમાણે જેકી ચેને જણાવ્યું કે, જ્યારે હું નાનો હતો ત્યારે મારી સૌથી મોટી આશા માત્ર સાદું ભોજન મેળવવાની અને ટીચરના મારથી બચવાની હતી.

